देवताओं की शिवजी को बिनती
(चौपाई)
यह उत्सव देखिअ भरि लोचन । सोइ कछु करहु मदन मद मोचन ।
कामु जारि रति कहुँ बरु दीन्हा । कृपासिंधु यह अति भल कीन्हा ॥१॥
सासति करि पुनि करहिं पसाऊ । नाथ प्रभुन्ह कर सहज सुभाऊ ॥
पारबतीं तपु कीन्ह अपारा । करहु तासु अब अंगीकारा ॥२॥
सुनि बिधि बिनय समुझि प्रभु बानी । ऐसेइ होउ कहा सुखु मानी ॥
तब देवन्ह दुंदुभीं बजाईं । बरषि सुमन जय जय सुर साई ॥३॥
अवसरु जानि सप्तरिषि आए । तुरतहिं बिधि गिरिभवन पठाए ॥
प्रथम गए जहँ रही भवानी । बोले मधुर बचन छल सानी ॥४॥
(दोहा)
कहा हमार न सुनेहु तब नारद कें उपदेस ।
अब भा झूठ तुम्हार पन जारेउ कामु महेस ॥ ८९ ॥
*
MP3 Audio
*
દેવો શિવજીને મનાવવા આવે છે
દેખે ઉત્સવ સકળ ભરી લોચન કરો એવું મદનમદમોચન !
કામ બાળી રતિને વર દીધું કૃપાસિંધુ એ ઉત્તમ કીધું.
એવો સ્વામીનો સહજ સ્વભાવ કરી દંડ કૃપાનો દે લ્હાવ;
કર્યું તપ ઉમાએ અપાર, કરો સત્વર એનો સ્વીકાર.
શિવે રામની સ્મરતાં વાણી થશે એવું કહ્યું સુખ માની;
ત્યારે દેવે દુંદુભિ વગાડ્યાં, કરી જયકાર પુષ્પો વરસાવ્યાં.
આવ્યા સપ્તર્ષિ અવસર જોઇ, વિધિએ ગિરિ પાસે મોકલ્યા મોહી;
પહોંચ્યા પ્રથમ ભવાની પાસ, વદ્યા મધુ છળવચનોને ખાસ.
(દોહરો)
નારદના ઉપદેશથી સુણી નહીં અમ વાત;
પ્રતિજ્ઞા તમારી મટી કામ બળ્યો સાક્ષાત.

