उमा और सप्तर्षि का संवाद
(चौपाई)
सुनि बोलीं मुसकाइ भवानी । उचित कहेहु मुनिबर बिग्यानी ॥
तुम्हरें जान कामु अब जारा । अब लगि संभु रहे सबिकारा ॥१॥
हमरें जान सदा सिव जोगी । अज अनवद्य अकाम अभोगी ॥
जौं मैं सिव सेये अस जानी । प्रीति समेत कर्म मन बानी ॥२॥
तौ हमार पन सुनहु मुनीसा । करिहहिं सत्य कृपानिधि ईसा ॥
तुम्ह जो कहा हर जारेउ मारा । सोइ अति बड़ अबिबेकु तुम्हारा ॥३॥
तात अनल कर सहज सुभाऊ । हिम तेहि निकट जाइ नहिं काऊ ॥
गएँ समीप सो अवसि नसाई । असि मन्मथ महेस की नाई ॥४॥
(दोहा)
हियँ हरषे मुनि बचन सुनि देखि प्रीति बिस्वास ॥
चले भवानिहि नाइ सिर गए हिमाचल पास ॥ ९० ॥
*
MP3 Audio
*
ઉમા અને સપ્તર્ષિ વચ્ચે સંવાદ
સુણી સ્મિત સાથે બોલ્યાં ભવાની, કહ્યું યોગ્ય મુનિવર વિજ્ઞાની;
શિવે કામને બાળ્યો અત્યારે, રમ્યા આજ સુધી એ વિકારે.
હું તો સમજું શિવને સદા યોગી અજ અનવદ્ય શુચિ ને અભોગી;
સેવ્યા શિવને હો મેં એવું માની પ્રેમે મનકર્મ અર્પીને વાણી
મારા સંકલ્પને તો મુનીશ, સત્ય કરશે કૃપાનિધિ ઇશ.
કહો તમે બાળ્યો શિવે માર એ તો અવિવેક દીસે મહાન.
પહોંચે હિમ ના પાવકની પાસ, કદી પહોંચે તો પામે છે નાશ;
એવો સહજ પાવકનો સ્વભાવ, દૈવી શંકરકેરો પ્રભાવ.
સમજો મન્મથ શંકરભાવ, ત્યાં છે આકર્ષણકેરો અભાવ.
ક્યાંથી સ્પર્શે શંકરને કામ, એ તો અહર્નિશ આત્મારામ.
(દોહરો)
હરખ્યા ઋષિ વચનો સુણી સ્તવી પ્રેમ વિશ્વાસ,
શીશ નમાવીને તરત ગયા હિમાલય પાસ.

