Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

भगवान शंकर का वर्णन
 
सिवहि संभु गन करहिं सिंगारा । जटा मुकुट अहि मौरु सँवारा ॥
कुंडल कंकन पहिरे ब्याला । तन बिभूति पट केहरि छाला ॥१॥
 
ससि ललाट सुंदर सिर गंगा । नयन तीनि उपबीत भुजंगा ॥
गरल कंठ उर नर सिर माला । असिव बेष सिवधाम कृपाला ॥२॥
 
कर त्रिसूल अरु डमरु बिराजा । चले बसहँ चढ़ि बाजहिं बाजा ॥
देखि सिवहि सुरत्रिय मुसुकाहीं । बर लायक दुलहिनि जग नाहीं ॥३॥
 
बिष्नु बिरंचि आदि सुरब्राता । चढ़ि चढ़ि बाहन चले बराता ॥
सुर समाज सब भाँति अनूपा । नहिं बरात दूलह अनुरूपा ॥४॥
 
(दोहा)
बिष्नु कहा अस बिहसि तब बोलि सकल दिसिराज ।
बिलग बिलग होइ चलहु सब निज निज सहित समाज ॥ ९२ ॥

*
MP3 Audio

*
 
 ભગવાન શંકરનું વર્ણન
 
(દોહરો)       
કરવા લાગ્યા શંભુગણ શંકરને શૃંગાર,
જટામુકુટ પર સર્પની કલગી કરી લગાર.
 
સર્પોનાં કુંડળ શિવે કંકણને ધાર્યાં,
વ્યાઘ્રચર્મ ધાર્યું સજી ભસ્મ તને ન્યારા.
*
શશિ લલાટ સુંદર શિર ગંગ, લોચન ત્રણ ઉપવીત ભુજંગ;
ગળે ગરલ ઉર નરશિરમાળ, અશિવ વેશ શિવધામ કૃપાળ.
 
કર ત્રિશૂળ ને ડમરુ રહ્યું, પ્રસ્થાન વૃષભ ઉપર થયું,
વાગ્યાં વાદ્ય વિવિધ તે સમે, પવન પ્રબળ તાંડવ શું રમે !
 
દેખી શિવ સુરલલના હસી, વરલાયક કન્યા જગ નથી.
 
વિષ્ણુ વિરંચિસમા સુર સર્વ ચાલ્યા જાને સમજી પર્વ;
સુરસમાજ સૌ હતો અનૂપ જાન કિન્તુ ના વર અનુરૂપ.
 
(દોહરો)       
કહ્યું વિષ્ણુએ સ્મિત કરી, સકળ દિશાના રાજ,
અલગ અલગ ચાલો બધા નિજ નિજ સહિત સમાજ.