Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

बारातियों का वर्णन

(चौपाई)
बर अनुहारि बरात न भाई । हँसी करैहहु पर पुर जाई ॥
बिष्नु बचन सुनि सुर मुसकाने । निज निज सेन सहित बिलगाने ॥१॥
 
मनहीं मन महेसु मुसुकाहीं । हरि के बिंग्य बचन नहिं जाहीं ॥
अति प्रिय बचन सुनत प्रिय केरे । भृंगिहि प्रेरि सकल गन टेरे ॥२॥
 
सिव अनुसासन सुनि सब आए । प्रभु पद जलज सीस तिन्ह नाए ॥
नाना बाहन नाना बेषा । बिहसे सिव समाज निज देखा ॥३॥
 
कोउ मुखहीन बिपुल मुख काहू । बिनु पद कर कोउ बहु पद बाहू ॥
बिपुल नयन कोउ नयन बिहीना । रिष्टपुष्ट कोउ अति तनखीना ॥४॥
 
(छंद)
तन खीन कोउ अति पीन पावन कोउ अपावन गति धरें ।
भूषन कराल कपाल कर सब सद्य सोनित तन भरें ॥
खर स्वान सुअर सृकाल मुख गन बेष अगनित को गनै ।
बहु जिनस प्रेत पिसाच जोगि जमात बरनत नहिं बनै ॥
 
(सोरठा)
नाचहिं गावहिं गीत परम तरंगी भूत सब ।
देखत अति बिपरीत बोलहिं बचन बिचित्र बिधि ॥ ९३ ॥

*
MP3 Audio

*
 
જાનનું વર્ણન
 
(દોહરો)       
વરને યોગ્ય નથી ખરે બંધુ, આપણી જાન,
પરપુરમાં હાંસી થશે મટશે સર્વ ગુમાન.
 
વિષ્ણુવચનને સાંભળી દેવ હસ્યા સઘળા,
નિજ નિજ સૈન્ય સહિત થયા અલગ પછી પળમાં.
 
મહેશ સ્મિત સાથે વદ્યા, હરિની ટેવ નથી
વ્યંગ વચન કેરી જતી, સાચી વાત કથી.
 
વિષ્ણુતણાં પ્રિય વચનને સુણી શંકરે એ,
ભૃંગીગણને મોકલી બોલાવ્યા ગણને.
 
શિવઆજ્ઞાને સાંભળી સર્વ ગણો આવ્યા,
પ્રભુપદપંકજ શીશને સૌએય નમાવ્યાં.
 
વિવિધ વેશ વાહનથકી સજ્જ બનેલ સમાજ
જોઇ પોતાનો હસ્યા શંભુ ગરીબનવાજ.
 
કોઇ મુખવિણ વિપુલમુખ, પદ કર વિણ કોઇ,
કોઇને પદ કર વિવિધ, આંખરહિત કોઇ
 
કોઇ અનેક આંખથી જગત રહ્યા જોઇ,
હૃષ્ટપુષ્ટ કોઇક તો અતિ દુર્બળ કોઇ.
 
(છંદ)
કોઇક દુર્બળ પુષ્ટ કોઇ શુચિ અશુચિ વેશે રહ્યા,
ભૂષણ કરાળ કપાલ કરમાં રક્ત રંગાયા બધા;
ખર સ્વાન સૂવર મુખ શિયાળસમાં; ગણોને કો ગણે,
બહુ જિનસપ્રેત પિશાચ જાગણી જમાતો કો વર્ણવે ?
 
(દોહરો)       
નાચી ગાતાં ભૂત સૌ પરમ તરંગી જાનમાં,
કુરૂપ દેખાવે બધાં અતિવિચિત્ર વચનો વદ્યાં.