बारात को देखकर लोगों की प्रतिक्रिया
(चौपाई)
नगर निकट बरात सुनि आई । पुर खरभरु सोभा अधिकाई ॥
करि बनाव सजि बाहन नाना । चले लेन सादर अगवाना ॥१॥
हियँ हरषे सुर सेन निहारी । हरिहि देखि अति भए सुखारी ॥
सिव समाज जब देखन लागे । बिडरि चले बाहन सब भागे ॥२॥
धरि धीरजु तहँ रहे सयाने । बालक सब लै जीव पराने ॥
गएँ भवन पूछहिं पितु माता । कहहिं बचन भय कंपित गाता ॥३॥
कहिअ काह कहि जाइ न बाता । जम कर धार किधौं बरिआता ॥
बरु बौराह बसहँ असवारा । ब्याल कपाल बिभूषन छारा ॥४॥
(छंद)
तन छार ब्याल कपाल भूषन नगन जटिल भयंकरा ।
सँग भूत प्रेत पिसाच जोगिनि बिकट मुख रजनीचरा ॥
जो जिअत रहिहि बरात देखत पुन्य बड़ तेहि कर सही ।
देखिहि सो उमा बिबाहु घर घर बात असि लरिकन्ह कही ॥
(दोहा)
समुझि महेस समाज सब जननि जनक मुसुकाहिं ।
बाल बुझाए बिबिध बिधि निडर होहु डरु नाहिं ॥ ९५ ॥
*
MP3 Audio
*
શિવજીની વિચિત્ર જાનની લોકો પર પ્રતિક્રિયા
(દોહરો)
નગર ખળભળ્યું સાંભળી સમીપ આવી જાન,
સુશોભિત બન્યું અધિક એ અલંકૃત કરી પ્રાણ.
આગેવાન અનેકવિધ વાહનને તૈયાર
કરતાં ચાલ્યા જાનનો કરવાને સત્કાર.
દેખી સુરસેના તથા હરિને સુખ પામ્યા,
શિવસમાજ જોતાં ડરી વાહન સહુ ભાગ્યાં.
સમજદાર ઊભા રહ્યા ધીરજને ધારી,
જીવ લઇ નાસી ગયાં શિશુ ડરતાં ભારી.
શું કહેવું કોને વળી; કહી શકાય ન વાત;
યમસેના કે જાન છે કે યમ આ સાક્ષાત્ ?
પાગલ બનતાં વર રહ્યા બળદ ઉપર બેસી
વ્યાલ કપાલ પહેરતાં તન ભસ્મે લેપી.
(છંદ)
તન ભસ્મ વ્યાલ કપાલ ભૂષણ, નગ્ન જટિલ ભયંકર
છે ભૂત પ્રેત પિશાચ યોગિની સંગ ને રજનીચર;
જીવંત રહેશે પુણ્યશાળી પરમ પેખી જાનને,
તે લગ્નને જોશે ઉમાનું, કહ્યું સઘળાં બાળકે.
(દોહરો)
મહેશમંડળ દેખતાં માતપિતા હસતાં
કહેવા લાગ્યાં બાળને લેશ નહીં ડરતાં

