शिवजी उमा के साथ कैलास पहूँचे
(चौपाई)
तुरत भवन आए गिरिराई । सकल सैल सर लिए बोलाई ॥
आदर दान बिनय बहुमाना । सब कर बिदा कीन्ह हिमवाना ॥१॥
जबहिं संभु कैलासहिं आए । सुर सब निज निज लोक सिधाए ॥
जगत मातु पितु संभु भवानी । तेही सिंगारु न कहउँ बखानी ॥२॥
करहिं बिबिध बिधि भोग बिलासा । गनन्ह समेत बसहिं कैलासा ॥
हर गिरिजा बिहार नित नयऊ । एहि बिधि बिपुल काल चलि गयऊ ॥३॥
तब जनमेउ षटबदन कुमारा । तारकु असुर समर जेहिं मारा ॥
आगम निगम प्रसिद्ध पुराना । षन्मुख जन्मु सकल जग जाना ॥४॥
(छंद)
जगु जान षन्मुख जन्मु कर्मु प्रतापु पुरुषारथु महा ।
तेहि हेतु मैं बृषकेतु सुत कर चरित संछेपहिं कहा ॥
यह उमा संगु बिबाहु जे नर नारि कहहिं जे गावहीं ।
कल्यान काज बिबाह मंगल सर्बदा सुखु पावहीं ॥
(दोहा)
चरित सिंधु गिरिजा रमन बेद न पावहिं पारु ।
बरनै तुलसीदासु किमि अति मतिमंद गवाँरु ॥ १०३ ॥
*
MP3 Audio
*
શિવજી ઉમા સાથે કૈલાસ પહોંચે છે
તરત ભવન આવ્યા ગિરિરાય; બોલાવી સરશૈલ બધાંય
આદર દાન વિનય બહુમાન સહિત વિદાય કર્યાં હિમવાન.
શિવ પહોંચ્યા જ્યારે કૈલાસ, સર સહુ નિજ લોક ગયા ખાસ;
ઉમાશંભુ માત જગતતાત, કરું ન શૃંગારતણી વાત.
કરતાં બહુવિધ ભોગવિલાસ વસતાં ગણ સાથે કૈલાસ;
નૂતન નિત્ય વિહાર રસાળ, વીતી એમ ગયો બહુ કાળ.
પ્રગટ થયા ષટવદન કુમાર, બન્યા તારકાસુરના કાળ;
આગમ નિગમ પુરાણપ્રસિદ્ધ ષણ્મુખજન્મ જગત નવનીત.
(છંદ)
સુપ્રસિદ્ધ કાર્તિક જન્મ કર્મ પ્રતાપ ને પુરુષાર્થ છે,
સંક્ષેપથી અંકિત કર્યું છે ચરિત એથી એનું મેં;
આ ઉમાશંભુ વિવાહને ગાશે કહેશે ભક્ત જે
કલ્યાણકાર્યે લગ્નવિધિમાં પામશે સુખ નિત્ય તે.
(દોહરો)
શિવચરિત્ર સાગરસમું, વેદ ન પામે પાર;
તુલસીદાસ શે વર્ણવે અતિ મતિમંદ ગમાર !

