Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

शिव-पार्वती संवाद
 
(चौपाई)
बैठे सोह कामरिपु कैसें । धरें सरीरु सांतरसु जैसें ॥
पारबती भल अवसरु जानी । गई संभु पहिं मातु भवानी ॥१॥
 
जानि प्रिया आदरु अति कीन्हा । बाम भाग आसनु हर दीन्हा ॥
बैठीं सिव समीप हरषाई । पूरुब जन्म कथा चित आई ॥२॥
 
पति हियँ हेतु अधिक अनुमानी । बिहसि उमा बोलीं प्रिय बानी ॥
कथा जो सकल लोक हितकारी । सोइ पूछन चह सैलकुमारी ॥३॥
 
बिस्वनाथ मम नाथ पुरारी । त्रिभुवन महिमा बिदित तुम्हारी ॥
चर अरु अचर नाग नर देवा । सकल करहिं पद पंकज सेवा ॥४॥
 
(दोहा)
प्रभु समरथ सर्बग्य सिव सकल कला गुन धाम ॥
जोग ग्यान बैराग्य निधि प्रनत कलपतरु नाम ॥ १०७ ॥
 
શિવ-પાર્વતી સંવાદ
 
(દોહરો)       
શરીર ધારી શાંત રસ બેઠેલો જાણે
અનંગરિપુ એ શિવ મને પોતાનો માને.
*
પાર્વતી ગયાં શિવની પાસ, પ્રિયા ગણી સત્કાર્યાં ખાસ,
વરસાવ્યો અનુગ્રહ વરસાદ પૂર્વજન્મને કરતાં યાદ.
 
કરી પ્રેમ કેરું અનુમાન, પાર્વતી વદ્યાં પ્રેમે વાણ;
સકળલોક હિતકારી જે પૂછે શૈલકુમારી તે.
 
વિશ્વનાથ ત્રિપુરારી નાથ, થયા ત્રિલોકમહીં પ્રખ્યાત;
ચર અચર મનુજ દેવો નાગ સેવે તમને કરી અનુરાગ.
 
(દોહરો)       
સમર્થ ને સર્વજ્ઞ છો તમે પરમ કલ્યાણ,
સર્વ કળા ને ગુણતણા ધામ સનાતન સ્થાન.
 
યોગ જ્ઞાન વૈરાગ્યના ધર્મતણા ભંડાર,
શરણાગતને કલ્પદ્રુમ નામ તમારું સાર.