Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

शिवजी द्वारा श्रीराम को वंदन
 
(चौपाई)
झूठेउ सत्य जाहि बिनु जानें । जिमि भुजंग बिनु रजु पहिचानें ॥
जेहि जानें जग जाइ हेराई । जागें जथा सपन भ्रम जाई ॥१॥
 
बंदउँ बालरूप सोई रामू । सब सिधि सुलभ जपत जिसु नामू ॥
मंगल भवन अमंगल हारी । द्रवउ सो दसरथ अजिर बिहारी ॥२॥
 
करि प्रनाम रामहि त्रिपुरारी । हरषि सुधा सम गिरा उचारी ॥
धन्य धन्य गिरिराजकुमारी । तुम्ह समान नहिं कोउ उपकारी ॥३॥
 
पूँछेहु रघुपति कथा प्रसंगा । सकल लोक जग पावनि गंगा ॥
तुम्ह रघुबीर चरन अनुरागी । कीन्हहु प्रस्न जगत हित लागी ॥४॥
 
(दोहा)
रामकृपा तें पारबति सपनेहुँ तव मन माहिं ।
सोक मोह संदेह भ्रम मम बिचार कछु नाहिं ॥ ११२ ॥

*
MP3 Audio

*
 
શિવજી શ્રીરામને વંદન કરે છે
 
જેમ અજ્ઞાનથી થાય રજ્જુમાં સર્પનો ભ્રમ,
જેમને તેમ ના જાણ્યે અસત્ય લાગતું સત;
 
જાગ્યા પછી રહેતો ના સ્વપ્નનો ભ્રમ જેવિધ,
જાણ્યાથી જેમને લોપ જગનો થાય તેવિધ;
બાલસ્વરૂપ વંદું તે સદા સાદર રામને,
સાંપડે જપતાં સિદ્ધિ જેમના દિવ્ય નામને.
 
મંગલભવન અમંગલહારી, દશરથઆંગણ મધ્ય વિહારી,
કરો કૃપા મુજ પર શ્રીરામ, કરો મને મંગલનું ધામ.
 
(દોહરો)       
પ્રણામ કરતાં રામને સુધાભરી વાણી
બોલ્યા શંકર ધન્યતા જીવનની જાણી.
 
તમારા સમું અન્ય ના ત્રિભુવન હિતકારી,
ધન્ય ધન્ય તમને ખરે ગિરિરાજકુમારી.
 
પૂછી રામતણી કથા પાવન ગંગસમી,
રામચરણપ્રેમી તમે હિત સૌનું સમજી.
 
રામકૃપાથી પાર્વતી, તમારામહીં કલેશ
શોક મોહ સંદેહ ભ્રમ સ્વપ્ને પણ ના લેશ.