Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

रामकथा का महात्म्य
 
(चौपाई)
तदपि असंका कीन्हिहु सोई । कहत सुनत सब कर हित होई ॥
जिन्ह हरि कथा सुनी नहिं काना । श्रवन रंध्र अहिभवन समाना ॥१॥
 
नयनन्हि संत दरस नहिं देखा । लोचन मोरपंख कर लेखा ॥
ते सिर कटु तुंबरि समतूला । जे न नमत हरि गुर पद मूला ॥२॥
 
जिन्ह हरिभगति हृदयँ नहिं आनी । जीवत सव समान तेइ प्रानी ॥
जो नहिं करइ राम गुन गाना । जीह सो दादुर जीह समाना ॥३॥
 
कुलिस कठोर निठुर सोइ छाती । सुनि हरिचरित न जो हरषाती ॥
गिरिजा सुनहु राम कै लीला । सुर हित दनुज बिमोहनसीला ॥४॥
 
(दोहा)
रामकथा सुरधेनु सम सेवत सब सुख दानि ।
सतसमाज सुरलोक सब को न सुनै अस जानि ॥ ११३ ॥

*
MP3 Audio

*
 
રામકથાનું મહાત્મ્ય
 
તોપણ શંકા તમે કરી હિતને સૌનું હૃદય ધરી.
જે ના કથા સુણે હરિની, તેનાં છિદ્ર ભલેને કાન,
મહત્વ એનું અધિક નહીં, છિદ્ર સર્પનાં ભવન સમાન.
 
જે નેત્રો ન કરે દર્શન સંતતણું દર્શન સ્પર્શન,
મોરપિચ્છની આંખ સમાં નેત્રો ગોળા કાચતણા.
ગુરુચરણ ના શીશ નમે હરિને તે ના લેશ ગમે.
 
પ્રભુભક્તિ ના પ્રાણમહીં તે જન જીવે મૃતજ બની;
જીભ કરે ના હરિ ગુણગાન તો દાદુરની જીભ સમાન.
 
કુલિશ કઠોર હૃદય નિષ્ઠુર પ્રસન્નતાનાં એમાં પૂર
આવે ના હરિચરિત સુણી લીલા હરિની તેમ સ્મરી;
 
દેવોનું હિત કરનારી, મોહ અસુરને ધરનારી,
લીલા સુણો રામની આજ, શરણાગતના એ શિરતાજ.
 
(દોહરો)       
રામકથા સુરધેનુશી સેવ્યે સુખ આપે,
અવિદ્યાતિમિર ટાળતાં બંધનને કાપે.
 
સંતસમાજ શ્રેષ્ઠ છે લોક દેવતાનો,
કથા સાંભળે કેમ ના ભક્તો વિદ્વાનો ?