हिरण्यकशिपु का रावण के रूप में पूनर्जन्म
(चौपाई)
मुकुत न भए हते भगवाना । तीनि जनम द्विज बचन प्रवाना ॥
एक बार तिन्ह के हित लागी । धरेउ सरीर भगत अनुरागी ॥१॥
कस्यप अदिति तहाँ पितु माता । दसरथ कौसल्या बिख्याता ॥
एक कलप एहि बिधि अवतारा । चरित्र पवित्र किए संसारा ॥२॥
एक कलप सुर देखि दुखारे । समर जलंधर सन सब हारे ॥
संभु कीन्ह संग्राम अपारा । दनुज महाबल मरइ न मारा ॥३॥
परम सती असुराधिप नारी । तेहि बल ताहि न जितहिं पुरारी ॥४॥
(दोहा)
छल करि टारेउ तासु ब्रत प्रभु सुर कारज कीन्ह ॥
जब तेहि जानेउ मरम तब श्राप कोप करि दीन्ह ॥ १२३ ॥
*
MP3 Audio
*
હિરણ્યકશિપુ રાવણ રૂપે બીજો જન્મ લે છે
(દોહરો)
હરિએ હણ્યા છતાંય ના અસુરો મુક્ત થયા,
કહેલ મુનિએ કેમ કે ત્રણ જન્મો ધરવા.
એથી પ્રભુએ એમનું કરવાને કલ્યાણ,
શરીરને ધારણ કર્યું; દીનબંધુ ભગવાન.
અદિતિ તથા કશ્યપ થયાં માતપિતા ત્યારે
કૌશલ્યા દશરથ બન્યાં પ્રસિદ્ધ સંસારે.
એક કલ્પમાં ધારતાં એમ દિવ્ય અવતાર
લીલા શ્રીપ્રભુએ કરી હરવા જગનો ભાર.
(દોહરો)
બંને બીજા જન્મમાં બન્યા અસુર બળવાન,
કુંભકર્ણ રાવણતણાં ધર્યાં એમણે નામ.

