if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

मनु और शतरूपा की कहानी
 
(चौपाई)
स्वायंभू मनु अरु सतरूपा । जिन्ह तें भै नरसृष्टि अनूपा ॥
दंपति धरम आचरन नीका । अजहुँ गाव श्रुति जिन्ह कै लीका ॥१॥
 
नृप उत्तानपाद सुत तासू । ध्रुव हरि भगत भयउ सुत जासू ॥
लघु सुत नाम प्रिय्रब्रत ताही । बेद पुरान प्रसंसहि जाही ॥२॥
 
देवहूति पुनि तासु कुमारी । जो मुनि कर्दम कै प्रिय नारी ॥
आदिदेव प्रभु दीनदयाला । जठर धरेउ जेहिं कपिल कृपाला ॥३॥
 
सांख्य सास्त्र जिन्ह प्रगट बखाना । तत्व बिचार निपुन भगवाना ॥
तेहिं मनु राज कीन्ह बहु काला । प्रभु आयसु सब बिधि प्रतिपाला ॥४॥
 
(सोरठा)
होइ न बिषय बिराग भवन बसत भा चौथपन ।
हृदयँ बहुत दुख लाग जनम गयउ हरिभगति बिनु ॥ १४२ ॥

*
MP3 Audio

*
 
મનુ મહારાજ અને શતરૂપાની કથા
 
મનુ મહારાજ અને શતરૂપા માતપિતા સૃષ્ટિનાં અનૂપા,
ધર્માચરણ સદા કરનારાં પીડા અન્યતણી હરનારાં.
 
ઉત્તાનપાદ એમના પુત્ર, એના ને સુત ઉત્તમ ધ્રુવ;
પ્રિયવ્રત પણ સુત મનુકેરા ગુણો જેમનાય ઘણેરા.
 
દેવહૂતિ પુત્રી મનુની કર્દમ મુનિને હતી વરી,
કપિલ એમના પુત્ર થયા વિખ્યાત બન્યા ત્રિભુવનમાં.
 
સમર્થ આદિદેવ ભગવાન પ્રગટયા કરવાને કલ્યાણ,
તત્વ વિચારે નિપુણ બની સાંખ્યશાસ્ત્રને રચ્યું મહાન.
 
(દોહરો)       
વૃદ્ધાવસ્થા આવતાં વૈરાગ્ય થતા ગાઢ
મનુને થયો વિચાર ના જાગ્યો પ્રભુનો રાગ,
 
ભક્તિ વિના જીવન બધું વીતી વ્યર્થ ગયું,
એ જાણીને એમના મનમાં દુઃખ થયું.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.