if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीहरि अयोध्या में उनके पुत्र होकर प्रकट होने का वरदान देते है
 
(चौपाई)
इच्छामय नरबेष सँवारें । होइहउँ प्रगट निकेत तुम्हारे ॥
अंसन्ह सहित देह धरि ताता । करिहउँ चरित भगत सुखदाता ॥१॥
 
जे सुनि सादर नर बड़भागी । भव तरिहहिं ममता मद त्यागी ॥
आदिसक्ति जेहिं जग उपजाया । सोउ अवतरिहि मोरि यह माया ॥२॥
 
पुरउब मैं अभिलाष तुम्हारा । सत्य सत्य पन सत्य हमारा ॥
पुनि पुनि अस कहि कृपानिधाना । अंतरधान भए भगवाना ॥३॥
 
दंपति उर धरि भगत कृपाला । तेहिं आश्रम निवसे कछु काला ॥
समय पाइ तनु तजि अनयासा । जाइ कीन्ह अमरावति बासा ॥४॥
 
(दोहा)
यह इतिहास पुनीत अति उमहि कही बृषकेतु ।
भरद्वाज सुनु अपर पुनि राम जनम कर हेतु ॥ १५२ ॥

*
MP3 Audio

*
 
શ્રીહરિ અવધમાં તેમના પુત્ર સ્વરૂપે પ્રકટ થશે એમ જણાવે છે
 
ઇચ્છામય નરરૂપ ધરીને પ્રગટ થઇશ તમારે ત્યાં,
અંશ સમેત ધરીને કાયા ધરીશ સુખ લીલા કરતાં.
 
સાદર મુજ ચરિત્ર સાંભળી મહાભાગ્યશાળી માનવ
મમતા મદને ત્યાગી તરશે ભવસાગર સહેજે દુસ્તર.
 
આદિશક્તિ મારી માયા જે કરે સૃષ્ટિને આ ઉત્પન્ન,
સહાયતા કરવાને મારી અવતરશે સાથે તે પણ.
 
વચન સત્ય છે સત્ય જ મારાં, અભિલાષા સૌ પૂર્ણ કરીશ,
જીવન ધન્ય કરી બંનેનું સુખ ને શાંતિ અનંત ધરીશ.
 
વારંવાર વદીને એવું અંતર્ધાન થયા ભગવાન,
બંનેએ અંતરમાં ધર્યા કાયમ માટે કૃપાનિધાન.
 
કેટલાક કાળ સુધી બંને એ આશ્રમમાં પછી રહ્યાં,
સુયોગ્ય સમયે વિના કષ્ટ ને તનને તજતાં સ્વર્ગ ગયાં.
 
(દોહરો)       
યાજ્ઞવલ્ક્ય બોલ્યા, સુણો ભરદ્વાજ ઋષિ હે,
કહ્યો પુનિત ઇતિહાસ આ શિવે પાર્તીને.
 
એના શ્રવણ કથન થકી નષ્ટ અવિદ્યા થાય,
જાગે ભક્તિ, પ્રભુકૃપા, કલેશ બધાયે જાય.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.