तपश्चर्या से रावण वरदान पाता है
(चौपाई)
कीन्ह बिबिध तप तीनिहुँ भाई । परम उग्र नहिं बरनि सो जाई ॥
गयउ निकट तप देखि बिधाता । मागहु बर प्रसन्न मैं ताता ॥१॥
करि बिनती पद गहि दससीसा । बोलेउ बचन सुनहु जगदीसा ॥
हम काहू के मरहिं न मारें । बानर मनुज जाति दुइ बारें ॥२॥
एवमस्तु तुम्ह बड़ तप कीन्हा । मैं ब्रह्माँ मिलि तेहि बर दीन्हा ॥
पुनि प्रभु कुंभकरन पहिं गयऊ । तेहि बिलोकि मन बिसमय भयऊ ॥३॥
जौं एहिं खल नित करब अहारू । होइहि सब उजारि संसारू ॥
सारद प्रेरि तासु मति फेरी । मागेसि नीद मास षट केरी ॥४॥
(दोहा)
गए बिभीषन पास पुनि कहेउ पुत्र बर मागु ।
तेहिं मागेउ भगवंत पद कमल अमल अनुरागु ॥ १७७ ॥
*
MP3 Audio
*
રાવણ માનવ સિવાય સર્વે પ્રાણીઓથી અમરત્વનું વરદાન મેળવે છે
ત્રણે બંધુએ કીધાં તપ, થાય એમનું ના વર્ણન;
તીવ્ર તપને પેખી બ્રહ્મા પાસે પહોંચ્યા વરને દેવા.
વદ્યા, ઇપ્સિત વરને માગો, જાણી પ્રસન્ન તપથી જાગો;
ત્યારે રાવણ બોલ્યો વચન, બન્યા સાચેસાચ પ્રસન્ન
જગદીશ સુણો અરજી તો મારું મૃત્યુ કદી પણ જો હો,
મરું માનવ વાનર છોડી બીજી જાતિથકી નહિ કોદી.
વરદાન બ્રહ્માએ આપ્યું, તપનું ફળ રાવણે ચાખ્યું;
પછી કુંભકર્ણની પાસે ગયા આશીર્વાદની આશે.
થયું આશ્ચર્ય એને જોઇ, એણે બુદ્ધિ સત્વર ખોઇ,
નિત્ય આહાર જો કરશે તો અવનીમાં અકાલ થશે શો,
એવું માનીને શારદાદેવી પ્રેરી બુદ્ધિને બદલી કેવી,
માગી છ મહિનાની નીંદ કુંભકર્ણે બની મતિમંદ.
(દોહરો)
પછી વિભીષણને કહ્યું ઇચ્છે તે વર માગ,
માગ્યો એણે પ્રભુચરણકમળ અચળ અનુરાગ.

