Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

रावण लंका में निवास करता है 
 
(चौपाई)
तिन्हि देइ बर ब्रह्म सिधाए । हरषित ते अपने गृह आए ॥
मय तनुजा मंदोदरि नामा । परम सुंदरी नारि ललामा ॥१॥

सोइ मयँ दीन्हि रावनहि आनी । होइहि जातुधानपति जानी ॥
हरषित भयउ नारि भलि पाई । पुनि दोउ बंधु बिआहेसि जाई ॥२॥

गिरि त्रिकूट एक सिंधु मझारी । बिधि निर्मित दुर्गम अति भारी ॥
सोइ मय दानवँ बहुरि सँवारा । कनक रचित मनिभवन अपारा ॥३॥

भोगावति जसि अहिकुल बासा । अमरावति जसि सक्रनिवासा ॥
तिन्ह तें अधिक रम्य अति बंका । जग बिख्यात नाम तेहि लंका ॥४॥

(दोहा)
खाईं सिंधु गभीर अति चारिहुँ दिसि फिरि आव ।
कनक कोट मनि खचित दृढ़ बरनि न जाइ बनाव ॥ १७८(क) ॥

हरिप्रेरित जेहिं कलप जोइ जातुधानपति होइ ।
सूर प्रतापी अतुलबल दल समेत बस सोइ ॥ १७८(ख) ॥

*
MP3 Audio

*
 
રાવણ લંકાનગરીમાં વસે છે
 
વર આપી વિધાતા ચાલ્યા, ત્રણે ભાઇ સુખે ગૃહે આવ્યા.
મયદાનવની મધુકન્યા નામ મંદોદરી અતિધન્યા
 
અતિસુંદર ભૂષણરૂપ શીલવંતી રતિનું સ્વરૂપ,
થશે રાવણ રાક્ષસરાજ, સર્વ રીતે સજાવીને સાજ,
જાણી મયદાનવે એમ, કન્યા અર્પી એને સપ્રેમ.
 
અતિ આનંદ રાવણ પામ્યો, એના જીવનનો રસ જામ્યો.
ધરી અવનવો ઉત્સાહ કર્યા અન્ય બંધુના વિવાહ.
 
ગિરિ ત્રિકૂટ સિંધુમાં એક, કિલ્લો દુર્ભેદ્ય એમાં છેક,
મયદાનવે એને સુધાર્યો, વારંવાર સપ્રેમ સજાવ્યો.
 
મણિ રત્ન સુવર્ણ જડેલા હતા એમાં મહેલ મઢેલા;
પાતાળમાં ભોગાવતીપુરી અમરાપુરી સ્વર્ગ સલૂણી
એથી સુંદર સમૃદ્ધ ક્યાંયે એમાં નગરી લંકાના નામે.
 
(દોહરો)       
કિલ્લાની ચારેતરફ હતો સિંધુ સુવિશાળ,
મણિથી મંડિત સુદૃઢ સુવર્ણનો ના પાર.
 
કળાતણું વર્ણન કરી એનું ના જ શકાય,
ભાગ્યવાન કોઇ બની એના રાજ ગવાય.
 
અતુલિત બળ સેના સહિત વસે નગરમાં એ,
પરમ પ્રતાપી શૂરમાં શ્રેષ્ઠ ગણાયે તે.