रावण का भाई - कुंभकर्ण
(चौपाई)
सुख संपति सुत सेन सहाई । जय प्रताप बल बुद्धि बड़ाई ॥
नित नूतन सब बाढ़त जाई । जिमि प्रतिलाभ लोभ अधिकाई ॥१॥
अतिबल कुंभकरन अस भ्राता । जेहि कहुँ नहिं प्रतिभट जग जाता ॥
करइ पान सोवइ षट मासा । जागत होइ तिहुँ पुर त्रासा ॥२॥
जौं दिन प्रति अहार कर सोई । बिस्व बेगि सब चौपट होई ॥
समर धीर नहिं जाइ बखाना । तेहि सम अमित बीर बलवाना ॥३॥
बारिदनाद जेठ सुत तासू । भट महुँ प्रथम लीक जग जासू ॥
जेहि न होइ रन सनमुख कोई । सुरपुर नितहिं परावन होई ॥४॥
(दोहा)
कुमुख अकंपन कुलिसरद धूमकेतु अतिकाय ।
एक एक जग जीति सक ऐसे सुभट निकाय ॥ १८० ॥
*
MP3 Audio
*
રાવણના ભાઇ કુંભકર્ણ વિશે
સુખ સંપત સુત સૈન્ય સહાય, વિજય વીર્ય યશ બુદ્ધિ સદાય
વધતાં ખૂબ રહ્યાં સઘળાં વધે લોભ જ્યમ લાભ થતાં.
કુંભકર્ણ ભાઇ બળવાન, વીર અન્ય ના અધિક સમાન;
મદિરા પી સૂતો ષટ માસ, મચાવતો જાગીને ત્રાસ.
રોજ કરત જો તે આહાર મચત જગતમાં હાહાકાર;
નિપુણ હતો એ યુદ્ધમહીં તોપણ અનન્ય વીર નહીં,
લંકામાં યોદ્ધા રણધીર અસંખ્ય એના શા શૂરવીર
હતા, એમનો પરમ પ્રતાપ શકે વર્ણવી કોણ અમાપ
સુભટ સૃષ્ટિમાં સૌથી શ્રેષ્ઠ મેઘનાદ રાવણસુત જ્યેષ્ઠ,
એની સામે સમરમહીં લડી શૂર કો શકે નહીં;
જીતી કોણ શકે એને, કેદ કરે ચાહે તેને,
ભયથી એના સ્વર્ગમહીં સુર પણ વસતા સુખે નહીં.
(દોહરો)
દુર્મુખ અને અકંપન ધૂમકેતુ અતિકાય
વજ્રદંત જેવા મહાયોદ્ધા હતા ઘણાય.

