Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सहायता के लिए आतंकित देवता प्रभु के पास चले 
 
(चौपाई)
बाढ़े खल बहु चोर जुआरा । जे लंपट परधन परदारा ॥
मानहिं मातु पिता नहिं देवा । साधुन्ह सन करवावहिं सेवा ॥१॥

जिन्ह के यह आचरन भवानी । ते जानेहु निसिचर सब प्रानी ॥
अतिसय देखि धर्म कै ग्लानी । परम सभीत धरा अकुलानी ॥२॥

गिरि सरि सिंधु भार नहिं मोही । जस मोहि गरुअ एक परद्रोही ॥
सकल धर्म देखइ बिपरीता । कहि न सकइ रावन भय भीता ॥३॥

धेनु रूप धरि हृदयँ बिचारी । गई तहाँ जहँ सुर मुनि झारी ॥
निज संताप सुनाएसि रोई । काहू तें कछु काज न होई ॥४॥

छंद
सुर मुनि गंधर्बा मिलि करि सर्बा गे बिरंचि के लोका ।
सँग गोतनुधारी भूमि बिचारी परम बिकल भय सोका ॥
ब्रह्माँ सब जाना मन अनुमाना मोर कछू न बसाई ।
जा करि तैं दासी सो अबिनासी हमरेउ तोर सहाई ॥

(सोरठा)
धरनि धरहि मन धीर कह बिरंचि हरिपद सुमिरु ।
जानत जन की पीर प्रभु भंजिहि दारुन बिपति ॥ १८४ ॥

*
MP3 Audio

*
 
ત્રાહિત દેવો પ્રભુ પાસે મદદ માટે જાય છે
 
વધ્યા દુષ્ટ ને લંપટ ચોર, વ્યસની કરતા શોરબકોર,
પરધન પરદારા રત રોજ કરે ભોગ વૈભવની ખોજ.
માને માતપિતા ના દેવ, સંતન પાસ કરાવે સેવ.
 
એવો જેમનો હો વ્યવહાર, જાણે ના જીવનનો સાર,
કહે એમને અસુર સમાન, મલિન એમનાં મન ને પ્રાણ.
 
હાનિ ધર્મકેરી જોઈ પૃથ્વી આર્ત બની રોઈ,
સરિતા સાગર પર્વતમાળ ઉપાડતી એ સૌનો ભાર
પરંતુ દ્રોહી અન્યતણા ભારે લાગ્યા એને ઘણા.
 
રાવણથી ભયભીત બની એક ન શકતી શબ્દ કહી.
ધેનુરૂપને શીઘ્ર ધરી મુનિ દેવોને કથા કહી,
 
કહી બતાવ્યો નિજ સંતાપ અસુરોનાં અગણિત ને પાપ
વળ્યું કશું ના કિન્તુ રડ્યે, રાવણ સામે કોણ પડે?
 
સુરમુનિ ને ગંધર્વ મળીને બ્રહ્મલોકમાં સર્વ ગયા,
સાથે ભયભીત તથા શોકિત ગઈ ધેનુ સંત્રસ્ત ધરા;
 
બ્રહ્માએ અનુમાન કર્યું કે મદદ શકીશ કશી ન કરી,
બોલ્યા, સંરક્ષક પ્રભુ પોતે  સકળ જગતના છે પૃથ્વી !
 
(દોહરો)       
મારા ને તારાય છે રક્ષક પરમાત્મા,
સહાય તે કરશે સદા શાશ્વત વિશ્વાત્મા.
 
ધીરજ ધર ને સ્મરણ કર શ્રીહરિનું સ્નેહે,
ભીડ ભક્તની વિપદને હરશે સત્વર તે.