सर्व देवता श्रीहरि की स्तुति करते है
(छंद)
जय जय सुरनायक जन सुखदायक प्रनतपाल भगवंता ।
गो द्विज हितकारी जय असुरारी सिधुंसुता प्रिय कंता ॥
पालन सुर धरनी अद्भुत करनी मरम न जानइ कोई ।
जो सहज कृपाला दीनदयाला करउ अनुग्रह सोई ॥
जय जय अबिनासी सब घट बासी ब्यापक परमानंदा ।
अबिगत गोतीतं चरित पुनीतं मायारहित मुकुंदा ॥
जेहि लागि बिरागी अति अनुरागी बिगतमोह मुनिबृंदा ।
निसि बासर ध्यावहिं गुन गन गावहिं जयति सच्चिदानंदा ॥
जेहिं सृष्टि उपाई त्रिबिध बनाई संग सहाय न दूजा ।
सो करउ अघारी चिंत हमारी जानिअ भगति न पूजा ॥
जो भव भय भंजन मुनि मन रंजन गंजन बिपति बरूथा ।
मन बच क्रम बानी छाड़ि सयानी सरन सकल सुर जूथा ॥
सारद श्रुति सेषा रिषय असेषा जा कहुँ कोउ नहि जाना ।
जेहि दीन पिआरे बेद पुकारे द्रवउ सो श्रीभगवाना ॥
भव बारिधि मंदर सब बिधि सुंदर गुनमंदिर सुखपुंजा ।
मुनि सिद्ध सकल सुर परम भयातुर नमत नाथ पद कंजा ॥
(दोहा)
जानि सभय सुरभूमि सुनि बचन समेत सनेह ।
गगनगिरा गंभीर भइ हरनि सोक संदेह ॥ १८६ ॥
*
MP3 Audio
*
દેવો શ્રીહરિની સ્તુતિ કરે છે
શરણાગતવત્સલ સુરનાયક હે જય જયજય સુખદાતા,
સંતનહિતકારી જય અસુરારી મંગલ વિશ્વવિધાતા;
લક્ષ્મીના સ્વામી પૃથ્વીપાલક દેવોના સંરક્ષક હે,
કર્મ અલૌકિક લીલા અદભુત, રહસ્ય જાણી કોણ શકે ?
છો પૂર્ણ કૃપાળુ સ્વરૂપ ન્યારુ દયાતણા ભંડાર તમે,
કરો અનુગ્રહ શરણાગત પર સ્તવન કરીએ આજ અમે.
જય જય અવિનાશી ઘટઘટવાસી વ્યાપક પરમાનંદ,
ઇન્દ્રિયાતીત અગમ અવિચળ હે સુર નર સંતન વંદ્ય;
માયાથી પર હે મુક્તિપ્રદાયક, ચરિત્ર દિવ્ય તમારાં,
સંપૂર્ણ સચ્ચિદાનંદ તમોને વંદન લક્ષ અમારાં.
વૈરાગ્ય જ્ઞાન સંપન્ન તમારા ચરણકમળ અનુરાગી
જે મોહમુક્ત યોગીન્દ્રવૃંદ કૃતકૃત્ય બન્યું બડભાગી
તે ધ્યાન તમારું ધરે અહર્નિશ, ગુણને ગાય તમારા,
અંતરને કરો સદા સમલંકૃત, દોષ જુઓ ને અમારા.
સૃષ્ટિને સરજી ત્રિવિધ ગુણમયી વિવિધ એકલે હાથે,
ના સાથી તેમ સહાયક રાખ્યો કદી જેમણે સાથે;
તે પાપનાશ કરનારા કરજો રક્ષા રોજ અમારી,
ના ભક્તિભાવ અને આરાધન, આશા એક તમારી.
હે ભવભયભંજન મુનિમનરંજન વિપત્તિને હરનારા,
મન વચન કર્મથી આવ્યા સ્નેહે શરણે અમે તમારા.
ના સરસ્વતી કે શેષ વેદ કે ઋષિઓ તમને જાણે,
છો દીનજનોને પ્રિય ગણનારા વેદો એવું માને;
ભવસાગરમંદર સુંદર મંગલગુણમંદિર પ્રભુપ્યારા,
હે સુખના ધામ કરીએ વંદન ચરણે ચારુ તમારા.
સિદ્ધો ને દેવો ઋષિઓ વંદે ચરણકમળને નેહે,
ભયભીત બધા છે કૃપા કરી દો રક્ષો પરમાત્મા હે.
(દોહરો)
દેવો ને પૃથ્વીતણો ભય સઘળો જાણી,
પ્રેમપ્રાર્થનાને સુણી દિવ્ય થઇ વાણી.
ગગનગિરા ગંભીર ત્યાં એકાએક થઇ,
શોક ભ્રાંતિ સંદેહ ને ચિંતા સર્વ શમી.

