Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

युगकार्य में सहायता हेतु देवताओं का वानर रूप में पृथ्वी पर अवतरण
 
(चौपाई)
गए देव सब निज निज धामा । भूमि सहित मन कहुँ बिश्रामा ।
जो कछु आयसु ब्रह्माँ दीन्हा । हरषे देव बिलंब न कीन्हा ॥१॥

बनचर देह धरि छिति माहीं । अतुलित बल प्रताप तिन्ह पाहीं ॥
गिरि तरु नख आयुध सब बीरा । हरि मारग चितवहिं मतिधीरा ॥२॥

गिरि कानन जहँ तहँ भरि पूरी । रहे निज निज अनीक रचि रूरी ॥
यह सब रुचिर चरित मैं भाषा । अब सो सुनहु जो बीचहिं राखा ॥३॥

अवधपुरीं रघुकुलमनि राऊ । बेद बिदित तेहि दसरथ नाऊँ ॥
धरम धुरंधर गुननिधि ग्यानी । हृदयँ भगति मति सारँगपानी ॥४॥

(दोहा)
कौसल्यादि नारि प्रिय सब आचरन पुनीत ।
पति अनुकूल प्रेम दृढ़ हरि पद कमल बिनीत ॥ १८८ ॥

*
MP3 Audio

*
 
દેવો શ્રીહરિને મદદ કરવા વાનર સ્વરૂપે જન્મ ધારણ કરે છે
 
દેવ ગયા પોતાને ધામ, વિધાતા બનેલા જે વામ
અનુકૂળ થયા તે જાણે, વાણી તો જ સુણી કાને.
 
કર્યો વિશેષ વિલંબ નહીં, વિશ્વાસ લઇ હૃદયમહીં
વાનરદેહ ધરી જન્મ્યા મંડિત કરી પ્રસન્ન મહી.
 
અતુલિત બળ ને પ્રતાપવાળા વીર હતા એ વાનર સારા,
ગિરિતરુ નખનાં શસ્ત્ર સજી પ્રભુને કેવળ રહ્યા ભજી.
 
ધીર બુદ્ધિવાળા એ સર્વ વસવા લાગ્યા ધારી ગર્વ
પ્રતીક્ષા કરી પ્રભુની નીત પ્રભુચરણોમાં કરતાં પ્રીત,
ગિરિમાં વનમાં ફરી રહ્યા સેનાથકી સુસજ્જ થયા.
 
સુંદર ચરિત્ર સર્વ કહ્યું, સુણો હવે જે શેષ રહ્યું;
અવધપુરીમાં દશરથરાજ જનહિતકેરાં કરતા કાજ,
 
રઘુકુળમણિશા ખ્યાત મહાન ધર્મધુરંધર ને વિદ્વાન,
ગુણના નિધાન પ્રભુના ભક્ત, બુદ્ધિ રાખતા પ્રભુમાં સક્ત.
 
(દોહરો)       
પત્ની કૌશલ્યા સમી વિનયી શુચિ અનુકૂળ,
શ્રીહરિના પદકમળના પ્રેમથકી ભરપૂર.