if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

यज्ञफल के प्रभाव से रानीयों ने पुत्रों को जन्म दिया
 
(चौपाई)
तबहिं रायँ प्रिय नारि बोलाईं । कौसल्यादि तहाँ चलि आई ॥
अर्ध भाग कौसल्याहि दीन्हा । उभय भाग आधे कर कीन्हा ॥१॥

कैकेई कहँ नृप सो दयऊ । रह्यो सो उभय भाग पुनि भयऊ ॥
कौसल्या कैकेई हाथ धरि । दीन्ह सुमित्रहि मन प्रसन्न करि ॥२॥

एहि बिधि गर्भसहित सब नारी । भईं हृदयँ हरषित सुख भारी ॥
जा दिन तें हरि गर्भहिं आए । सकल लोक सुख संपति छाए ॥३॥

मंदिर महँ सब राजहिं रानी । सोभा सील तेज की खानीं ॥
सुख जुत कछुक काल चलि गयऊ। जेहिं प्रभु प्रगट सो अवसर भयऊ ॥४॥

(दोहा)
जोग लगन ग्रह बार तिथि सकल भए अनुकूल ।
चर अरु अचर हर्षजुत राम जनम सुखमूल ॥ १९० ॥

*
MP3 Audio

*
 
યજ્ઞફળ ખાવાથી રાણીઓ પુત્રને જન્મ આપે છે
 
રાજાએ રાણી બોલાવી, કૌશલ્યાદિ તરત ત્યાં આવી;
કૌશલ્યાને અડધો ભાગ ધર્યો ખીરનો ધારી રાગ.
 
બાકીના બે ભાગ કર્યા, પ્રાણવાન તે ઉભય ઠર્યા;
કૈકેયીને અર્પ્યો એક, બે ભાગે વહેંચીને શેષ,
અનુમતિ પામી અન્યતણી ધર્યા સુમિત્રાનેય અશેષ.
 
થયો સર્વ રીતે પરિતોષ પામી પ્રસાદને નિર્દોષ.
હર્ષિત સર્વે સુખ પામી રહી કશીયે ના ખામી.
 
શ્રીહરિ આવ્યા ઉદરમહીં તે દિનથી કૃતકૃત્ય મહી
સુખી બની, સંપત્તિતણો સમાજે રહ્યો પાર નહીં.
 
શોભા શીલ તેજની ખાણ રાણીથી વધુ મંગલ વાણ
સુશોભિત બન્યા દિવ્ય મહેલ પામીને હેતતણી હેલ.
 
(દોહરો)       
યોગ લગ્ન ગ્રહ વાર ને તિથિ સમસ્ત અનુકૂળ
બન્યાં ચરાચર પુલકિત રામ જન્મ સુખમૂળ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.