if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

कुलगुरू वशिष्ठ द्वारा कुमारो का जातकर्म संस्कार
 
(चौपाई)
सुनि सिसु रुदन परम प्रिय बानी । संभ्रम चलि आई सब रानी ॥
हरषित जहँ तहँ धाईं दासी । आनँद मगन सकल पुरबासी ॥१॥
 
दसरथ पुत्रजन्म सुनि काना । मानहुँ ब्रह्मानंद समाना ॥
परम प्रेम मन पुलक सरीरा । चाहत उठत करत मति धीरा ॥२॥
 
जाकर नाम सुनत सुभ होई । मोरें गृह आवा प्रभु सोई ॥
परमानंद पूरि मन राजा । कहा बोलाइ बजावहु बाजा ॥३॥
 
गुर बसिष्ठ कहँ गयउ हँकारा । आए द्विजन सहित नृपद्वारा ॥
अनुपम बालक देखेन्हि जाई । रूप रासि गुन कहि न सिराई ॥४॥
 
(दोहा)
नंदीमुख सराध करि जातकरम सब कीन्ह ।
हाटक धेनु बसन मनि नृप बिप्रन्ह कहँ दीन्ह ॥ १९३ ॥

*
MP3 Audio

*
 
ચારે કુંવરોના જાતકર્મસંસ્કાર કરવામાં આવે છે
 
શિશુના રડવાની પ્રિય વાણી સુણી ગઈ દોડી સૌ રાણી,
હરખ ભરેલી દોડી દાસી, થયા પ્રસન્ન સકળ પુરવાસી.
 
દશરથ બ્રહ્માનંદે લીન પુત્રજન્મથી બન્યા અદીન;
મનમાં પ્રેમ પરમ જાગ્યો, જન્મ સફળ સહસા લાગ્યો.
રોમાંચ થયાં તરત તને, બુદ્ધિ ધીરજ કેમ ધરે ?
 
સુણતાં નામ થતું કલ્યાણ જેનું પ્રગટયા તે ભગવાન,
બોલ્યા નૃપતિ પ્રસન્ન બની ઘડી ધન્ય આ પર્વતણી.
 
ગુરુ વસિષ્ઠ પરમ વિદ્વાન આવ્યા પ્રેમ સહિત નૃપદ્વાર,
રૂપરાશિ બાળક ગુણવાન અનુપમ, કેમ કરાય વખાણ.
 
(દોહરો)       
જાતકર્મ સંસ્કાર સૌ કર્યા રાજવીએ,
સુવર્ણ ગૌ મણિ વસ્ત્રને દીધાં બ્રાહ્મણને.
 
દાન વિવિધ રીતે કર્યાં દીનજનોને તેમ,
ઉમંગ એ અવસરતણો વ્યક્ત કરાયે કેમ ?

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.