Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

रामजन्म की खुशी में अयोध्या में खुशहाली
 
(चौपाई)
कैकयसुता सुमित्रा दोऊ । सुंदर सुत जनमत भैं ओऊ ॥
वह सुख संपति समय समाजा । कहि न सकइ सारद अहिराजा ॥१॥

अवधपुरी सोहइ एहि भाँती । प्रभुहि मिलन आई जनु राती ॥
देखि भानू जनु मन सकुचानी । तदपि बनी संध्या अनुमानी ॥२॥

अगर धूप बहु जनु अँधिआरी । उड़इ अभीर मनहुँ अरुनारी ॥
मंदिर मनि समूह जनु तारा । नृप गृह कलस सो इंदु उदारा ॥३॥

भवन बेदधुनि अति मृदु बानी । जनु खग मूखर समयँ जनु सानी ॥
कौतुक देखि पतंग भुलाना । एक मास तेइँ जात न जाना ॥४॥

(दोहा)
मास दिवस कर दिवस भा मरम न जानइ कोइ ।
रथ समेत रबि थाकेउ निसा कवन बिधि होइ ॥ १९५ ॥

*
MP3 Audio

*
 
રામજન્મની ખુશાલીમાં અયોધ્યામાં સર્વત્ર આનંદ
 
કૈકેયી ને સુમિત્રા શાણી બડભાગ બની બંને રાણી,
પ્રગટાવીને સુંદર પુત્ર ચાલુ રાખ્યું કુળનું સૂત્ર.
 
સુખસંપત્તિ સમય સમાજ વર્ણવી શે શકે સર્પરાજ,
કહે શારદા કેવી રીતે તે, કવિ કલ્પના એની કરે શે ?
 
પુરી સોહે એવી રીતે રાત પ્રભુને મળવા આવી પ્રીતે,
દેખી સૂર્યને સંકોચ સાથે બની સંધ્યા સુંદર જાણે.
 
ધૂપ અગરનો અંધારું જાણે સંધ્યા કેરું ન્યારું,
હતું અબીલ એની રતાશ, સૌને લાગતું 'તું અતિપ્યારું.
 
મણિસમૂહ મંદિરકેરા હતા તારલા જાણે અનેરા,
રાજપ્રસાદકેરો કળશ જાણે ચંદ્રમા ચારુ પ્રત્યક્ષ.
 
થતા વેદધ્વનિ હર્મ્યમાંહી સુણી તલ્લીન બનતા રાહી,
જાણે પંખીનો એ કલરવ કર્યો કુદરતે ઉત્સવ..
 
જોઇ કૌતુક સૂરજ ભૂલ્યો, મહિનો થયો ક્યારે પૂરો
તેની પડી ખબર ના કેમે, પરિપ્લાવિત બનેલો પ્રેમે.
 
(દોહરો)       
એક માસ સૂરજતણો દિવસ સમાન થયો,
રથ સાથે સૂરજ રસે રોકાઇ જ રહ્યો.
 
પરંતુ એના મર્મને કોઇ સમજ્યું ના,
પડે રાત ક્યાંથી થયો સૂર્ય અસ્ત ના ત્યાં.