देवीदेवता अपने स्वस्थान प्रस्थान करते है
(चौपाई)
यह रहस्य काहू नहिं जाना । दिन मनि चले करत गुनगाना ॥
देखि महोत्सव सुर मुनि नागा । चले भवन बरनत निज भागा ॥१॥
औरउ एक कहउँ निज चोरी । सुनु गिरिजा अति दृढ़ मति तोरी ॥
काक भुसुंडि संग हम दोऊ । मनुजरूप जानइ नहिं कोऊ ॥२॥
परमानंद प्रेमसुख फूले । बीथिन्ह फिरहिं मगन मन भूले ॥
यह सुभ चरित जान पै सोई । कृपा राम कै जापर होई ॥३॥
तेहि अवसर जो जेहि बिधि आवा । दीन्ह भूप जो जेहि मन भावा ॥
गज रथ तुरग हेम गो हीरा । दीन्हे नृप नानाबिधि चीरा ॥४॥
(दोहा)
मन संतोषे सबन्हि के जहँ तहँ देहि असीस ।
सकल तनय चिर जीवहुँ तुलसिदास के ईस ॥ १९६ ॥
*
MP3 Audio
*
દેવો અને મુનિઓ પોતાના સ્વસ્થાને પાછા ફરે છે
જાણી મર્મ શક્યું ના કોઇ, ચાલ્યો સૂરજ સંજોગ જોઇ;
માણી ઉત્સવ સુરમુનિનાગ ગયા ઘેર બની બડભાગ.
ગયા શંકર કાકભુશુંડિ ઋષિ સાથે મનુષ્ય રૂપે ત્યાં;
કહ્યો શંકરે ઉમાને ભેદ, કોઇ ઓળખી અમને શક્યું ના.
પૂર્ણાનંદે પ્રફુલ્લ ને પ્રેમે ભાન ભૂલી ફર્યા અમે કેમે;
જાણે દિવ્ય ચરિત્રને એ જ કૃપા રામની જેને હંમેશ.
ગજ ને રથ હેમતુરંગ હીરા ગાય ને ચીર અનંત
અર્પ્યું સૌનેય ઇચ્છાનુસાર દાન પર્વપ્રસંગે અપાર.
(દોહરો)
આશિષ આપી સૌ રહ્યા પામીને પરિતોષ,
જીવો સૌ ચિરકાળ સુત તુલસી પ્રભુ નિર્દોષ.

