Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

कुलगुरू वशिष्ठ द्वारा चार कुंवरो का नामकरण संस्कार
 
(चौपाई)
कछुक दिवस बीते एहि भाँती । जात न जानिअ दिन अरु राती ॥
नामकरन कर अवसरु जानी । भूप बोलि पठए मुनि ग्यानी ॥१॥

करि पूजा भूपति अस भाषा । धरिअ नाम जो मुनि गुनि राखा ॥
इन्ह के नाम अनेक अनूपा । मैं नृप कहब स्वमति अनुरूपा ॥२॥

जो आनंद सिंधु सुखरासी । सीकर तें त्रैलोक सुपासी ॥
सो सुख धाम राम अस नामा । अखिल लोक दायक बिश्रामा ॥३॥

बिस्व भरन पोषन कर जोई । ताकर नाम भरत अस होई ॥
जाके सुमिरन तें रिपु नासा । नाम सत्रुहन बेद प्रकासा ॥४॥

(दोहा)
लच्छन धाम राम प्रिय सकल जगत आधार ।
गुरु बसिष्ट तेहि राखा लछिमन नाम उदार ॥ १९७ ॥

*
MP3 Audio

*
 
કુલગુરૂ વશિષ્ઠ ચારે કુંવરોના નામસંસ્કાર કરે છે
 
(દોહરો)       
પ્રસન્નતાપૂર્વક રહ્યા દિવસો વીતી એમ,
રાતદિવસ ચાલી રહ્યાં સુખદ સ્વપ્નની જેમ.
 
નામકરણના સમયને સમીપમાં જાણી,
બોલાવ્યા ભૂપે મહામુનિ વસિષ્ઠ જ્ઞાની.
 
મુનિવરનું પૂજન કરી નૃપે સપ્રેમ કહ્યું,
નામકરણ માટે મને મન છે હવે થયું.
 
નામ વિચાર્યું તે કહો કૃપાળુ મને;
વસિષ્ઠ બોલ્યા નામ છે અનેક પ્રિય મનને.
 
સ્વમતિ પ્રમાણે હું કહું જે સુખના ભંડાર,
સાગર પરમાનંદના સૌને સુખ ધરનાર;
 
એક જ કણથી અર્પતા જગને જીવન જે
શાંતિપ્રદાયક ધારશે રામ નામને તે.
 
વિશ્વ ભરણ પોષણ કરે સત્યપરાયણ જે
ભરત નામથી વિશ્વમાં પ્રખ્યાત થશે તે.
 
જેના કેવળ સ્મરણથી નાશ શત્રુ પામે
શત્રુઘ્નતણા તે ભલે ઓળખાય નામે.
 
શુભ લક્ષણના ધામ ને જે છે સર્વાધાર
રઘુવરપ્રિય હો તેમનું લક્ષ્મણ નામ ઉદાર.