श्रीराम की बाललीलाओं का वर्णन
(चौपाई)
अगनित रबि ससि सिव चतुरानन । बहु गिरि सरित सिंधु महि कानन ॥
काल कर्म गुन ग्यान सुभाऊ । सोउ देखा जो सुना न काऊ ॥१॥
देखी माया सब बिधि गाढ़ी । अति सभीत जोरें कर ठाढ़ी ॥
देखा जीव नचावइ जाही । देखी भगति जो छोरइ ताही ॥२॥
तन पुलकित मुख बचन न आवा । नयन मूदि चरननि सिरु नावा ॥
बिसमयवंत देखि महतारी । भए बहुरि सिसुरूप खरारी ॥३॥
अस्तुति करि न जाइ भय माना । जगत पिता मैं सुत करि जाना ॥
हरि जननि बहुबिधि समुझाई । यह जनि कतहुँ कहसि सुनु माई ॥४॥
(दोहा)
बार बार कौसल्या बिनय करइ कर जोरि ॥
अब जनि कबहूँ ब्यापै प्रभु मोहि माया तोरि ॥ २०२ ॥
*
MP3 Audio
*
શ્રીરામની બાળલીલાઓનું વર્ણન
અનેક રવિશશિ ચતુરાનન, ગિરિવર સરિત સિંધુ મહી કાનન,
કાળ કર્મ ગુણ જ્ઞાન સ્વભાવ જોયું જે ન સુણેલ અગાઉ.
પ્રભુનો એવો પરમ પ્રભાવ.
જોઇ પ્રબળ અતિપ્રબળ માયા રહી એહની કંપી કાયા.
માયાથી જે નાચે નાચ તે જીવોને જોયા સાચ.
ભક્તિનુંય કર્યું દર્શન કરી કૃપાનું જે વર્ણન
માયાથી મુક્ત કરે જીવ ધરે પ્રભુતણું મધુ સ્પર્શન.
રોમાંચ થયાં એ ભાળી, કુંઠિત બની સકળ વાણી;
લોચન સત્વર બંધ કરી શીશ રહી પ્રભુચરણ ધરી.
અવલોકી જનનીની એ આર્ત અવસ્થા શ્રીહરિએ
બાલસ્વરૂપ ફરી ધાર્યું બની ગયા તરત જ ચારુ.
માતાથી સ્તુતિ પણ ન થઇ, મનમાં જાગી ભીતિ ગઇ,
જગતપિતાને સુત માન્યા મળ્યા છતાં પણ ન પ્રમાણ્યા;
હરિએ પણ સાંત્વન અર્પ્યું, સંતપ્ત હૃદય સંતર્પ્યું.
(દોહરો)
કૌશલ્યાએ પ્રાર્થના વારંવાર કરી,
હવે મને માયા કદી વ્યાપે નહીં જરી.

