Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

कुंवरो की बाललीलाओं का वर्णन
 
(चौपाई)
बालचरित अति सरल सुहाए । सारद सेष संभु श्रुति गाए ॥
जिन कर मन इन्ह सन नहिं राता । ते जन बंचित किए बिधाता ॥१॥

भए कुमार जबहिं सब भ्राता । दीन्ह जनेऊ गुरु पितु माता ॥
गुरगृहँ गए पढ़न रघुराई । अलप काल बिद्या सब आई ॥२॥

जाकी सहज स्वास श्रुति चारी । सो हरि पढ़ यह कौतुक भारी ॥
बिद्या बिनय निपुन गुन सीला । खेलहिं खेल सकल नृपलीला ॥३॥

करतल बान धनुष अति सोहा । देखत रूप चराचर मोहा ॥
जिन्ह बीथिन्ह बिहरहिं सब भाई । थकित होहिं सब लोग लुगाई ॥४॥

(दोहा)
कोसलपुर बासी नर नारि बृद्ध अरु बाल ।
प्रानहु ते प्रिय लागत सब कहुँ राम कृपाल ॥ २०४ ॥

*
MP3 Audio

*
 
કુંવરોની બાળલીલાઓનું વર્ણન
 
બાલચરિત શુચિ સરળ સોહાય, શારદ શેષ શંભુ શ્રુતિ ગાય;
એમનો નથી જેને રાગ માનો તે સૌને કમભાગ.
 
કૌમાર્યમાં પ્રવેશ કરી બ્રહ્મસૂત્રને રહ્યા ધરી;
પછી પહોંચી ગુરુને ઘેર વિદ્યાને પામ્યા સૌ પેર.
 
ચાર વેદ છે જેના શ્વાસ તે પ્રભુને વિદ્યાની આશ
આશ્ચર્ય ખરે એ ભારે, કર્યો એમણે ગુરુકુળવાસ.
 
વિદ્યાવાન શીલ ગુણવાન નિપુણ બન્યા સર્વે વિદ્વાન;
નૃપલીલામાં આપ્યું ધ્યાન જાણ્યું એનું પણ વિજ્ઞાન.
 
ધનુષબાણ હાથે સોહે, દેખી રૂપ જગત મોહે;
બંધુ સર્વ જ્યાં જ્યાં રમતા મુગ્ધ સર્વને ત્યાં કરતા.
 
(દોહરો)         
કોશલપુરવાસી નર વૃદ્ધ બાલ કે નાર
પ્રિય પ્રાણથકી લાગતા સૌને રામ દયાળ.