कुंवरो की बाललीलाओं का वर्णन
(चौपाई)
बंधु सखा संग लेहिं बोलाई । बन मृगया नित खेलहिं जाई ॥
पावन मृग मारहिं जियँ जानी । दिन प्रति नृपहि देखावहिं आनी ॥१॥
जे मृग राम बान के मारे । ते तनु तजि सुरलोक सिधारे ॥
अनुज सखा सँग भोजन करहीं । मातु पिता अग्या अनुसरहीं ॥२॥
जेहि बिधि सुखी होहिं पुर लोगा । करहिं कृपानिधि सोइ संजोगा ॥
बेद पुरान सुनहिं मन लाई । आपु कहहिं अनुजन्ह समुझाई ॥३॥
प्रातकाल उठि कै रघुनाथा । मातु पिता गुरु नावहिं माथा ॥
आयसु मागि करहिं पुर काजा । देखि चरित हरषइ मन राजा ॥४॥
(दोहा)
ब्यापक अकल अनीह अज निर्गुन नाम न रूप ।
भगत हेतु नाना बिधि करत चरित्र अनूप ॥ २०५ ॥
*
MP3 Audio
*
કુંવરોની બાળલીલાઓનું વર્ણન
(દોહરો)
મિત્ર બંધુ સાથે સદા વન મૃગયા રમતા,
પાવન મૃગને મારતાં સ્વૈરપણે ભમતા.
જે મૃગ મરતાં વાગતાં રામચંદ્રનાં બાણ,
સ્વર્ગલોકમાં શીઘ્ર તે કરતાં સર્વ પ્રયાણ.
નગરજનોના સુખતણા સંજોગો કરતા,
વેદપુરાણોને સુખી શિક્ષાને ધરતા.
અન્ય બંધુઓને વળી દેતા એ ઉપદેશ,
ધર્મતણી મર્યાદને ના તજતા લવલેશ.
પ્રભાતસમયે ઊઠતાં માત તાત ગુરુને
પ્રણામ કરતા પ્રેમથી માગી આશિષને.
સેવાનાં કરતા પછી જનહિતકેરાં કામ,
હર્ષ પ્રગટતો નૃપઉરે જોતાં એ અભિરામ.
વ્યાપક અકળ અનીહ અજ નિર્ગુણ શ્રીભગવાન
નામરૂપથી રહિત જે શરણાગતના પ્રાણ
ભક્તો માટે વિવિધ એ લીલાને કરતા,
શાશ્વત દૈવી પ્રેરણા જનમનને ધરતા.

