विश्वामित्र असुरो के प्रतिकार हेतु सहायता के लिए महाराजा दशरथ के पास आते है
(चौपाई)
यह सब चरित कहा मैं गाई । आगिलि कथा सुनहु मन लाई ॥
बिस्वामित्र महामुनि ग्यानी । बसहि बिपिन सुभ आश्रम जानी ॥१॥
जहँ जप जग्य मुनि करही । अति मारीच सुबाहुहि डरहीं ॥
देखत जग्य निसाचर धावहि । करहि उपद्रव मुनि दुख पावहिं ॥२॥
गाधितनय मन चिंता ब्यापी । हरि बिनु मरहि न निसिचर पापी ॥
तब मुनिवर मन कीन्ह बिचारा । प्रभु अवतरेउ हरन महि भारा ॥३॥
एहुँ मिस देखौं पद जाई । करि बिनती आनौ दोउ भाई ॥
ग्यान बिराग सकल गुन अयना । सो प्रभु मै देखब भरि नयना ॥४॥
(दोहा)
बहुबिधि करत मनोरथ जात लागि नहिं बार ।
करि मज्जन सरऊ जल गए भूप दरबार ॥ २०६ ॥
*
MP3 Audio
*
વિશ્વામિત્ર અસુરોના ત્રાસથી રક્ષણ માટે મદદ માંગવા દશરથ પાસે આવે છે
ચરિત રામનું એ મેં ગાયું, હવે કથા આગળની ગાઉં,
ધ્યાન દઇને સુણજો તે, નવીનવી ઘટનાને લાવું.
અભિનવ રસસરિતામાં ન્હાઉં, ભક્તિરસ પીઉં ને પાઉં.
વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની જંગલમાં અતિ મંગલ માની,
વસતા આશ્રમ કરતાં એક પરમાત્મામાં રાખી ટેક.
કરતા યોગ યજ્ઞ જપને સ્વાધ્યાય પ્રખરતમ તપને,
સુબાહુ રાક્ષસ ને મારીચ બનાવતા બંને ભયભીત.
નિશાચરો દોડી આવી કરતા ઉપદ્રવ સતાવી,
થતો યજ્ઞનો એથી ભંગ ઉદ્વેગ થતો શોક અનંત.
ગાધિતનયમન ચિંતા વ્યાપી, હરિ વિણ મરે ન રાક્ષસ પાપી;
મુનિએ મનમાં કર્યો વિચાર પ્રગટયા હરિ હરવા ભૂમિભાર.
(દોહરો)
અવધપુરીમાં તો જઇ દર્શન દિવ્ય કરું,
ધર્મ યજ્ઞ રક્ષાર્થ હું નૃપને શીઘ્ર મળું.
*
જ્ઞાન વિરાગ સકળ ગુણધામ પ્રભુને મળી બનું કૃતકામ.
સફળ મનોરથ જઉં બની નિહાળતાં રઘુનંદન રામ.
(દોહરો)
કરતાં વિવિધ મનોરથો જતાં ન લાગી વાર,
સ્નાન કરી સરયૂજલે ગયા રાજદરબાર.

