राम-लक्ष्मण को भेजने की विश्वामित्र की मांग का दशरथ द्वारा स्वीकार
(चौपाई)
सुनि राजा अति अप्रिय बानी । हृदय कंप मुख दुति कुमुलानी ॥
चौथेंपन पायउँ सुत चारी । बिप्र बचन नहिं कहेहु बिचारी ॥१॥
मागहु भूमि धेनु धन कोसा । सर्बस देउँ आजु सहरोसा ॥
देह प्रान तें प्रिय कछु नाही । सोउ मुनि देउँ निमिष एक माही ॥२॥
सब सुत प्रिय मोहि प्रान कि नाईं । राम देत नहिं बनइ गोसाई ॥
कहँ निसिचर अति घोर कठोरा । कहँ सुंदर सुत परम किसोरा ॥३॥
सुनि नृप गिरा प्रेम रस सानी । हृदयँ हरष माना मुनि ग्यानी ॥
तब बसिष्ट बहु निधि समुझावा । नृप संदेह नास कहँ पावा ॥४॥
अति आदर दोउ तनय बोलाए । हृदयँ लाइ बहु भाँति सिखाए ॥
मेरे प्रान नाथ सुत दोऊ । तुम्ह मुनि पिता आन नहिं कोऊ ॥५॥
(दोहा)
सौंपे भूप रिषिहि सुत बहु बिधि देइ असीस ।
जननी भवन गए प्रभु चले नाइ पद सीस ॥ २०८(क) ॥
(सोरठा)
पुरुषसिंह दोउ बीर हरषि चले मुनि भय हरन ॥
कृपासिंधु मतिधीर अखिल बिस्व कारन करन ॥ २०८(ख) ॥
*
MP3 Audio
*
વિશ્વામિત્રની માંગણીનો રાજા દશરથ દ્વારા કમને સ્વીકાર
અતિ અપ્રિય એ સુણતાં વાત કંપ્યુ અંતર, પડતાં રાત
દ્યુતિ હણાય સૌ દિવસતણી મુખ તેમ ગયું મ્લાન બની.
વાર્ધક્યમહીં પામ્યો પુત્ર સાચવવા કુળકેરું સૂત્ર,
વિચાર્યું તમે તે ન જરી, વદી વચનને શાંતિ હરી.
મુનિવર, ધરતી ધેનુ ધનતણો ભંડાર ભલે માગો,
સર્વસ્વ ધરું સહર્ષ આજે દેહપ્રાણ પણ માગો.
વિપળ માત્રમાં અર્પું સઘળું છોડીને અનુરાગો,
જ્ઞાની પરમપ્રાજ્ઞ કહેવાઓ વિવેકજગમાં જાગો.
પુત્રો સૌ પ્રિય પ્રાણસમાન, રામ પ્રાણકેરા પણ પ્રાણ,
અર્પી કેમ શકાય કહો કૌમાર્યે સપ્રેમ અહો.
નિશાચરો ક્યાં ઘોર કઠોર ક્યાં ને સુંદર પરમકિશોર,
પ્રેમરસભરી વાણી સુણી પામ્યા હર્ષ પ્રશાંત મુનિ.
વશિષ્ઠમુનિએ વચન કહ્યાં રાજા ગતસંદેહ થયા.
બોલાવી સુતને સપ્રેમ ઉપદેશ ધર્યો કરવા ક્ષેમ;
મુનિવર આ છે મારા પ્રાણ, સદા રાખજો વનમાં ધ્યાન.
પિતા ઉભયના હવે તમે જનક ભલેને થયા અમે.
પ્રાણથકી પણ ગણજો પ્રિય, સ્વપ્ને ના કરશો અપ્રિય.
(દોહરો)
આશિષ આપીને નૃપે સોંપ્યા સુત ઋષિને.
જનનીભવન જઇ ઉભય ચાલ્યા પ્રણમીને.
પુરુષસિંહ બે વીર એ મુનિભયને હરનાર
કૃપાસિંધુ સ્થિરબુદ્ધિના મુનિને સુખ ધરનાર
જગના કારણનાય એ કારણ, મુનિ સાથે
ચાલ્યા પ્રસન્ન ચિત્તથી ધનુષ લઇ હાથે.

