Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम ने बाण से ताडका का वध किया
 
(चौपाई)
अरुन नयन उर बाहु बिसाला । नील जलज तनु स्याम तमाला ॥
कटि पट पीत कसें बर भाथा । रुचिर चाप सायक दुहुँ हाथा ॥१॥

स्याम गौर सुंदर दोउ भाई । बिस्बामित्र महानिधि पाई ॥
प्रभु ब्रह्मन्यदेव मै जाना । मोहि निति पिता तजेहु भगवाना ॥२॥

चले जात मुनि दीन्हि दिखाई । सुनि ताड़का क्रोध करि धाई ॥
एकहिं बान प्रान हरि लीन्हा । दीन जानि तेहि निज पद दीन्हा ॥३॥

तब रिषि निज नाथहि जियँ चीन्ही । बिद्यानिधि कहुँ बिद्या दीन्ही ॥
जाते लाग न छुधा पिपासा । अतुलित बल तनु तेज प्रकासा ॥४॥

(दोहा)
आयुष सब समर्पि कै प्रभु निज आश्रम आनि ।
कंद मूल फल भोजन दीन्ह भगति हित जानि ॥ २०९ ॥

*
MP3 Audio

*
 
રામ તાડકાનો બાણથી વધ કરે છે
 
લાલ નેત્ર ઉર બાહુ વિશાળ, નીલકમળ તન શ્યામ તમાલ,
કટિ પર પીતાંબર સોહે, ધનુષબાણથી મન મોહે.
 
શ્યામગૌર સુંદર બે ભ્રાત, વિશ્વામિત્ર વળી સંગાથ,
મુનિને મહાનિધિજ મળી, તીવ્ર તપસ્યા સર્વ ફળી.
 
તાડકા જતી માર્ગમહીં, ભય એને લવલેશ નહીં,
દોડી આવી સરોષ ત્યાં શબ્દ સાંભળીને ક્ષણમાં.
 
એક જ બાણે પ્રાણ હર્યો રામે એને મોક્ષ ધર્યો.
જોઇને મુનિ થયા પ્રસન્ન દિવ્ય ભાવમાં બન્યા મગન.
 
ઋષિએ નાથ પરમ જાણી વિદ્યાનિધિ સરખા માની
વિદ્યા આપી કૃપા કરી રઘુનંદનને શાંતિ ધરી.
 
ક્ષુધાતૃષા ન કદી લાગે, નવજીવન નિશદિન જાગે,
એ વિદ્યાથી કરે નિવાસ તનમાં અતુલિત વીર્યપ્રકાશ.
 
(દોહરો)         
આયુધ અર્પીને સકળ આશ્રમમાં લાવ્યા,
ભક્તોના પ્રિય સમજતાં દર્શાવી માયા
 
કંદમૂળ ફળને ધર્યા ભાવભક્તિ સાથે,
સ્વીકાર્યાં સૌ સ્નેહથી ભક્તોના નાથે.