Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम-लक्ष्मण द्वारा यज्ञ की रक्षा, राम ने सुबाहु को मारा
 
(चौपाई)
प्रात कहा मुनि सन रघुराई । निर्भय जग्य करहु तुम्ह जाई ॥
होम करन लागे मुनि झारी । आपु रहे मख कीं रखवारी ॥१॥

सुनि मारीच निसाचर क्रोही । लै सहाय धावा मुनिद्रोही ॥
बिनु फर बान राम तेहि मारा । सत जोजन गा सागर पारा ॥२॥

पावक सर सुबाहु पुनि मारा । अनुज निसाचर कटकु सँघारा ॥
मारि असुर द्विज निर्मयकारी । अस्तुति करहिं देव मुनि झारी ॥३॥

तहँ पुनि कछुक दिवस रघुराया । रहे कीन्हि बिप्रन्ह पर दाया ॥
भगति हेतु बहु कथा पुराना । कहे बिप्र जद्यपि प्रभु जाना ॥४॥

तब मुनि सादर कहा बुझाई । चरित एक प्रभु देखिअ जाई ॥
धनुषजग्य मुनि रघुकुल नाथा । हरषि चले मुनिबर के साथा ॥५॥

आश्रम एक दीख मग माहीं । खग मृग जीव जंतु तहँ नाहीं ॥
पूछा मुनिहि सिला प्रभु देखी । सकल कथा मुनि कहा बिसेषी ॥६॥

(दोहा)
गौतम नारि श्राप बस उपल देह धरि धीर ।
चरन कमल रज चाहति कृपा करहु रघुबीर ॥ २१० ॥

*
MP3 Audio

*
 
રામ-લક્ષ્મણ વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરે છે, શ્રીરામ સુબાહુનો વધ કરે છે
 
પ્રભાતકાળ થતાં શ્રીરામ બોલ્યા મુનિવર હે નિષ્કામ,
નિર્ભય બનતાં યજ્ઞ કરો, ચિંતા સઘળી હવે હરો.
 
ઋષિમુનિઓનો યજ્ઞ થયો, રામે રક્ષણભાર ગ્રહ્યો,
મારીચ મિત્રમંડળીસંગ યજ્ઞતણો કરવાને ભંગ
 
સમાચાર સુણતાં આવ્યો, પરંતુ લેશ ન એ ફાવ્યો;
અસુરશ્રેષ્ઠ મુનિદ્રોહી એ આવ્યો તરત જ દોડીને,
રામે એને લક્ષ્ય કરી બળ દર્શાવ્યું દિવ્ય ફરી.
 
ફળા વિનાનું માર્યું બાણ  સો યોજન સાગરની પાર
એથી રાક્ષસ દૂર પડયો, કાળયોગ પ્રતિકૂળ નડયો.
 
સુબાહુને પણ પાવક બાણ માર્યું હણવા માટે પ્રાણ.
અસુરસૈન્ય સંહાર કર્યો, વીર લક્ષ્મણે ગર્વ હર્યો.
 
નિશાચર બધા મારી એમ કર્યું મુનિ ને દ્વિજનું ક્ષેમ.
નિર્ભયતા સહુનેય ધરી, અશાંતિ સૌની સફળ હરી.
 
રહ્યા દિવસ ત્યાં કૈં શ્રીરામ કરવા દીનજનોનાં કામ;
ઋષિમુનિઓએ કહી કથા પુરાણની વિસ્મરી વ્યથા.
 
કાળે ક્રીડા એમ કરી, પ્રારબ્ધ રહ્યું શીઘ્ર ફરી.
વિશ્વામિત્રે એક સવાર કહ્યું રામને દીનદયાળ,
ધનુષયજ્ઞ જ્યાં જનક કરે પધારવું ત્યાં ઘટે ખરે.
 
સમાચાર એ સુણતાં રામ ચાલ્યા મુનિ સાથે કૃતકામ,
લીલાતનુ ધાર્યું તેને લીલા કરવી રહે તમામ.
 
માર્ગમહીં આશ્રમ જોયો, આતમ અવલોકી મોહ્યો;
ખગ મૃગ જીવજંતુ ના ત્યાં, માનવની તો વાત જ ક્યાં.
 
શિલા નિહાળી પ્રશ્ન કર્યો, મુનિએ ઉત્તર તરત ધર્યો,
સવિસ્તર બધી કથા કહી, અશ્રુ આંખથી રહ્યાં વહી.
 
(દોહરો)         
ગૌતમનારી શાપવશ પથ્થર તન ધારી
ચરણકમળરજ ચાહતી સંકટની મારી.
 
કૃપા કરી રઘુનાથ તો સદગતિને આપો,
હર્ષ અહલ્યાને ધરો કષ્ટ કઠિન કાપો.