महाराजा जनक राम-लक्ष्मण के प्रति आकर्षित
(चौपाई)
मुनि तव चरन देखि कह राऊ । कहि न सकउँ निज पुन्य प्राभाऊ ॥
सुंदर स्याम गौर दोउ भ्राता । आनँदहू के आनँद दाता ॥१॥
इन्ह कै प्रीति परसपर पावनि । कहि न जाइ मन भाव सुहावनि ॥
सुनहु नाथ कह मुदित बिदेहू । ब्रह्म जीव इव सहज सनेहू ॥२॥
पुनि पुनि प्रभुहि चितव नरनाहू । पुलक गात उर अधिक उछाहू ॥
म्रुनिहि प्रसंसि नाइ पद सीसू । चलेउ लवाइ नगर अवनीसू ॥३॥
सुंदर सदनु सुखद सब काला । तहाँ बासु लै दीन्ह भुआला ॥
करि पूजा सब बिधि सेवकाई । गयउ राउ गृह बिदा कराई ॥४॥
(दोहा)
रिषय संग रघुबंस मनि करि भोजनु बिश्रामु ।
बैठे प्रभु भ्राता सहित दिवसु रहा भरि जामु ॥ २१७ ॥
*
MP3 Audio
*
મહારાજા જનક બંને બંધુઓ તરફ આકર્ષિત થાય છે
(દોહરો)
મુનિવર, દર્શન ચરણનું આજ મળ્યું મુજને,
પુણ્યપ્રભાવ અનંત એ પ્રગટયો પૂર્ણપણે.
શ્યામ ગૌર બે બંધુવર આકર્ષક કેવા,
હર્ષ અર્પતા હર્ષને સ્વયં દિવ્ય એવાં.
પ્રીતિ પરસ્પર એમની પાવન મનભાવન,
વાણી ન શકે વર્ણવી કરતાં અવગાહન.
સ્નેહ એમનો સહજ છે જીવબ્રહ્મની જેમ,
પ્રસન્ન મન રાજા વદ્યા વળી વચનને એમ.
વારંવાર જુએ રસે જનક રામને એ,
રોમાંચિત કાયા થઇ હર્ષ વધ્યો હૃદયે.
મુનિને બડભાગી ગણી કરી પ્રશસ્તિ તેમ
લાવ્યા સૌને નગરમાં જનક પછી સપ્રેમ.
સર્વ સમય માટે સુખદ પ્રાસાદ હતો એક,
નિવાસ આપ્યો ત્યાં નૃપે સંતોષથકી છેક.
ઋષિ સાથે રઘુવંશમણિ જમી કરી વિશ્રામ
બેઠા મધ્યાહનોત્તર સમયે આત્મારામ.

