राम-लक्ष्मण को देखकर मिथिलावासी मुग्ध
(चौपाई)
कहहु सखी अस को तनुधारी । जो न मोह यह रूप निहारी ॥
कोउ सप्रेम बोली मृदु बानी । जो मैं सुना सो सुनहु सयानी ॥१॥
ए दोऊ दसरथ के ढोटा । बाल मरालन्हि के कल जोटा ॥
मुनि कौसिक मख के रखवारे । जिन्ह रन अजिर निसाचर मारे ॥२॥
स्याम गात कल कंज बिलोचन । जो मारीच सुभुज मदु मोचन ॥
कौसल्या सुत सो सुख खानी । नामु रामु धनु सायक पानी ॥३॥
गौर किसोर बेषु बर काछें । कर सर चाप राम के पाछें ॥
लछिमनु नामु राम लघु भ्राता । सुनु सखि तासु सुमित्रा माता ॥४॥
(दोहा)
बिप्रकाजु करि बंधु दोउ मग मुनिबधू उधारि ।
आए देखन चापमख सुनि हरषीं सब नारि ॥ २२१ ॥
*
MP3 Audio
*
રામ-લક્ષ્મણને જોઇને મિથિલાવાસીઓ ઘેલા બને છે
એવો માનવ કોણ સખી, રૂપ ન રાખે હૃદય લખી,
રૂપ નિહાળી ના મોહાય આશ્ચર્યચકિત જે ના થાય.
સખી સસ્નેહ અન્ય બોલી, રહસ્યને નાખું ખોલી,
રાજા દશરથના સુત બે સાંભળવામાં આવ્યું એ;
યુગ્મ મરાલ બાલ જેવું જોયું ના ત્રિભુવન એવું.
મુનિ કૌશિકને અભય કર્યા, યુદ્ધે અગણિત અસુર હણ્યા.
શરીર ચિત્તાકર્ષક શ્યામ, લોચન લોલ ધરે આરામ,
સુબાહુ મારીચ મદ મોચન રઘુકુળને કરતા રોશન.
ધનુષબાણ કર સુખની ખાણ દર્શકને દે રસની લહાણ,
કૌશલ્યાસુત એ અભિરામ રામ એમનું રસમય નામ.
ગૌર વર્ણના પાછળ જે કિશોર વયના સુંદર છે,
ઉત્તમ વેશ કર્યો ધારણ, ધનુષબાણ રક્ષાકારણ
અનુજ રામના લક્ષ્મણ એ જનની ધન્ય સુમિત્રાને.
(દોહરો)
મુનિનું કાર્ય કરી કરી ઋષિપત્ની ઉદ્ધાર
ધનુષયજ્ઞ જોવા ઉભય આવ્યા સુકુમાર.
સદગતિ સૌને અર્પતા કરી ક્લેશથી પાર,
સુણતાં હર્ષાન્વિત બની ગુણજ્ઞ સઘળી નાર

