Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम ने विश्वामित्र के चरणों की सेवा की
 
(चौपाई)
निसि प्रबेस मुनि आयसु दीन्हा । सबहीं संध्याबंदनु कीन्हा ॥
कहत कथा इतिहास पुरानी । रुचिर रजनि जुग जाम सिरानी ॥१॥

मुनिबर सयन कीन्हि तब जाई । लगे चरन चापन दोउ भाई ॥
जिन्ह के चरन सरोरुह लागी । करत बिबिध जप जोग बिरागी ॥२॥

तेइ दोउ बंधु प्रेम जनु जीते । गुर पद कमल पलोटत प्रीते ॥
बारबार मुनि अग्या दीन्ही । रघुबर जाइ सयन तब कीन्ही ॥३॥

चापत चरन लखनु उर लाएँ । सभय सप्रेम परम सचु पाएँ ॥
पुनि पुनि प्रभु कह सोवहु ताता । पौढ़े धरि उर पद जलजाता ॥४॥

(दोहा)
उठे लखन निसि बिगत सुनि अरुनसिखा धुनि कान ॥
गुर तें पहिलेहिं जगतपति जागे रामु सुजान ॥ २२६ ॥

*
MP3 Audio

*
 
સૂતાં પહેલાં રામ વિશ્વામિત્રની ચરણસેવા કરે છે
 
મુનિઆજ્ઞા થતાં સંધ્યાસમયે કર્યું સંધ્યાવંદન ઉભયે.
કથા ઇતિહાસ તેમ કહેતાં વીતી રાત ઘણી રસ લેતાં.
 
જ્યારે શયન મુનિવરે કીધું સેવાકાર્યને આરંભી દીધું,
પ્રેમે પાયને દાબવા લાગ્યા બની ભક્ત ગયા વણમાગ્યા.
 
તપયોગ કરે વૈરાગી જેના ચરણતણા અનુરાગી
તે જ મુનિના ચરણને સેવે ગણી જીવનને બડભાગી.
ધર્મમર્યાદાને જે સ્થાપે ધર્મમર્યાદ તે ન ઉથાપે.
 
વિશ્વામિત્રે કહ્યું વારંવાર ત્યારે પ્રસન્નતાથી અપાર
કર્યું શ્રીરધુનાથે શયન, બન્યું છેક સમાહિત મન.
 
લક્ષ્મણે પગ દાબ્યા ત્યારે રઘુનાથના ભાવથી ભારે
આપ્યો આદેશ સૂવા માટે ત્યારે સૂતા જઇને નિરાંતે.
 
(દોહરો)         
ઉરમાં ધારી ચરણને સૂતા લક્ષ્મણ એ;
જાગ્યા બ્રાહ્મમુહૂર્તમાં યોગી જેમ જ ને.
 
જગન્નાથ શ્રીરામ પણ મુનિ પહેલાં જાગ્યા,
સર્વભાવથી સાદર પ્રથમ પગે લાગ્યા.