राम को देखकर सीता मंत्रमुग्ध
(चौपाई)
देखन बागु कुअँर दुइ आए । बय किसोर सब भाँति सुहाए ॥
स्याम गौर किमि कहौं बखानी । गिरा अनयन नयन बिनु बानी ॥१॥
सुनि हरषीँ सब सखीं सयानी । सिय हियँ अति उतकंठा जानी ॥
एक कहइ नृपसुत तेइ आली । सुने जे मुनि सँग आए काली ॥२॥
जिन्ह निज रूप मोहनी डारी । कीन्ह स्वबस नगर नर नारी ॥
बरनत छबि जहँ तहँ सब लोगू । अवसि देखिअहिं देखन जोगू ॥३॥
तासु वचन अति सियहि सुहाने । दरस लागि लोचन अकुलाने ॥
चली अग्र करि प्रिय सखि सोई । प्रीति पुरातन लखइ न कोई ॥४॥
(दोहा)
सुमिरि सीय नारद बचन उपजी प्रीति पुनीत ॥
चकित बिलोकति सकल दिसि जनु सिसु मृगी सभीत ॥ २२९ ॥
*
MP3 Audio
*
રામને જોઇ સીતા મંત્રમુગ્ધ બની જાય છે
જોવા આવ્યા બાગ કુમાર, કિશોર વય સૌન્દર્ય અપાર,
કેમ કરીને કરું વખાણ, લોચનને ના વદવા વાણ.
તેથી તે શકતાં ન કહી; વાણી લોચન વિના રહી
તેથી તેણે ના નીરખ્યા, કેમ શકે તે પૂર્ણ કહી ?
હરખી સખી સુણીને વાણી, સીતાની જિજ્ઞાસા જાણી
કોઇ વદી એ રાજકુમાર મુનિની સાથે આવ્યા કાલ.
રૂપમોહિની નાખી એવી પ્રજા બની છે પાગલ જેવી,
એમની જ સૌ કથા કરે સ્વરૂપકેરું ધ્યાન ધરે.
દર્શન કરવા યોગ્ય કુમાર, પામે કો મહિમાનો પાર;
સીતાને એ વચન ગમ્યાં, લોચન આતુર છેક બન્યાં.
પ્રીત પૂર્વની કોણ કળે, અજ્ઞાત છતાં માર્ગ કરે.
(દોહરો)
વચનો નારદનાં સ્મરી ઊપજી પ્રીત પુનિત,
ચકિત ચતુર્દિશ દેખતી મૃગલી જેમ સભીત
સીતા ચાલી અનુસરણ સખીતણું કરતાં;
લોલ લોચનો બાગમાં બધે રહ્યાં ફરતાં.

