if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम और सीता की प्रेममग्न दशा
 
(चौपाई)
चितवहि चकित चहूँ दिसि सीता । कहँ गए नृपकिसोर मनु चिंता ॥
जहँ बिलोक मृग सावक नैनी । जनु तहँ बरिस कमल सित श्रेनी ॥१॥

लता ओट तब सखिन्ह लखाए । स्यामल गौर किसोर सुहाए ॥
देखि रूप लोचन ललचाने । हरषे जनु निज निधि पहिचाने ॥२॥

थके नयन रघुपति छबि देखें । पलकन्हिहूँ परिहरीं निमेषें ॥
अधिक सनेहँ देह भै भोरी । सरद ससिहि जनु चितव चकोरी ॥३॥

लोचन मग रामहि उर आनी । दीन्हे पलक कपाट सयानी ॥
जब सिय सखिन्ह प्रेमबस जानी । कहि न सकहिं कछु मन सकुचानी ॥४॥

(दोहा)
लताभवन तें प्रगट भे तेहि अवसर दोउ भाइ ।
निकसे जनु जुग बिमल बिधु जलद पटल बिलगाइ ॥ २३२ ॥

*
MP3 Audio

*
 
રામ અને સીતાની પ્રેમમગ્ન દશા
 
ચતુર્દિશ જુએ ચકિત થઇ ચિંતન સીતા એ જ કરી
શોધે લોચન ઉભય કિશોર ચાલ્યા ક્યાં ચિત્તતણા ચોર.
પેખે જ્યાં મૃગશાવક નેન દેખે શ્વેતકમળ સપ્રેમ.
 
લતાઓથમાં ઉભય કુમાર જોયા ત્યાં સુંદર સુકુમાર;
લલચાયાં લોચન કૃતકામ જોઇ રૂપ અકળ અભિરામ.
 
દિવ્ય ખજાનો ગયો મળી ઓળખ એની તરત થઇ
અનુભવી રહ્યું અંતર એમ, હરખાયાં નયનો મધુ તેમ.
 
મુગ્ધ થઇ સ્તબ્ધ બની આંખ, ફૂટી પંખીને હો પાંખ
નીરખી એવો થયો ઉમંગ, ચાલ્યું ચિત્ત રામની સંગ.
 
તજ્યા પાંપણોએ પલકાર, મળ્યો એમને રસનો સાર;
ભાવે તનમન બન્યાં વિભોર, જુએ શરદનો ચંદ્ર ચકોર
સીતા એમ નિહાળી રહી રઘુનંદનને ભાવભરી.
 
હૃદયે ધારી રામ રસાળ બંધ કર્યાં પાપણનાં દ્વાર;
સીતાએ ના કશું કહ્યું, જીવનનું સુખ શ્રેષ્ઠ લહ્યું.
 
જાણી એને ભાવવિભોર સંકોચ થયો સત્વર ઓર
સખી છતાં ના કશું વદી જોતા રસની મૂર્તિ ઘડી.
 
(દોહરો)          
ત્યાં જ લતામંડપ થકી પ્રગટયા બંને ભ્રાત
પ્રગટે નિર્મળ ચંદ્ર બે જેવા એકીસાથ
 
વાદળસમૂહને કરી દૂર એમ લાગ્યા,
પ્રકૃતિ પ્રાણે અવનવાં કામણ મધુ જાગ્યા.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.