सीता की भवानी को प्रार्थना
(चौपाई)
जानि कठिन सिवचाप बिसूरति । चली राखि उर स्यामल मूरति ॥
प्रभु जब जात जानकी जानी । सुख सनेह सोभा गुन खानी ॥१॥
परम प्रेममय मृदु मसि कीन्ही । चारु चित भीतीं लिख लीन्ही ॥
गई भवानी भवन बहोरी । बंदि चरन बोली कर जोरी ॥२॥
जय जय गिरिबरराज किसोरी । जय महेस मुख चंद चकोरी ॥
जय गज बदन षड़ानन माता । जगत जननि दामिनि दुति गाता ॥३॥
नहिं तव आदि मध्य अवसाना । अमित प्रभाउ बेदु नहिं जाना ॥
भव भव बिभव पराभव कारिनि । बिस्व बिमोहनि स्वबस बिहारिनि ॥४॥
(दोहा)
पतिदेवता सुतीय महुँ मातु प्रथम तव रेख ।
महिमा अमित न सकहिं कहि सहस सारदा सेष ॥ २३५ ॥
*
MP3 Audio
*
સીતા માતા ભવાનીને પ્રાર્થના કરે છે
શિવધનુને ભારે જાણી કલ્પના કરીને મનમાની
રઘુનંદન હૃદયે ધારી ચાલી સીતા પ્રાણને વાળી.
સુખ સ્નેહ શોભા ગુણખાણ થઇ રામને જ્યારે જાણ
ચાલી બાગથી કે સુકુમારી અનુભૂતિ કરાવી ન્યારી
સ્નેહશાહી બનાવી ત્યારે મૃદુ પ્રાણના ચારુ ચિતારે
ધારી ભાવથી એને ભાલે કરી ચિત્રિત ચિત્તદીવાલે.
સીતા માત ભવાની મંદિરે આવી ભાવથી પગલે ધીરે,
વંદી ચરણકમળમાં માનાં કર્યા ભાવને વ્યક્ત મજાના.
જયજય ગિરિવરરાજકિશોરી, જય મહેશમુખચંદ્રચકોરી.
જય ગણપતિ-કાર્તિકની માત જગજનની વિદ્યુત દ્યુતિ માત્ર.
આદિ મધ્ય તવ ના અવસાન, પ્રભાવથી સૌ વેદ અજાણ;
ભવભવ સ્થિતિ કરતી સંહાર વિશ્વમોહન સ્વૈરવિહાર.
(દોહરો)
સતી સ્ત્રીઓમાં માત તુજ થતી પ્રથમ ગણના,
સહસ્ત્ર શેષ સરસ્વતી સમજે ના મહિમા.
અનંત મહિમાને શકે વર્ણવી નહીં તે
માનવ યત્ન કરે છતાં વર્ણવી શકે શે ?