राम-लक्ष्मण सैर करके वापस विश्वामित्र के पास
(चौपाई)
हृदयँ सराहत सीय लोनाई । गुर समीप गवने दोउ भाई ॥
राम कहा सबु कौसिक पाहीं । सरल सुभाउ छुअत छल नाहीं ॥१॥
सुमन पाइ मुनि पूजा कीन्ही । पुनि असीस दुहु भाइन्ह दीन्ही ॥
सुफल मनोरथ होहुँ तुम्हारे । रामु लखनु सुनि भए सुखारे ॥२॥
करि भोजनु मुनिबर बिग्यानी । लगे कहन कछु कथा पुरानी ॥
बिगत दिवसु गुरु आयसु पाई । संध्या करन चले दोउ भाई ॥३॥
प्राची दिसि ससि उयउ सुहावा । सिय मुख सरिस देखि सुखु पावा ॥
बहुरि बिचारु कीन्ह मन माहीं । सीय बदन सम हिमकर नाहीं ॥४॥
(दोहा)
जनमु सिंधु पुनि बंधु बिषु दिन मलीन सकलंक ।
सिय मुख समता पाव किमि चंदु बापुरो रंक ॥ २३७ ॥
*
MP3 Audio
*
રામ-લક્ષ્મણ વિશ્વામિત્ર પાસે પાછા ફરે છે
કરતા સીતાશોભા વખાણ ગુરુપાસ ગયા પ્રેમપ્રાણ;
રામે કૌશિકને બધું કહ્યું, સ્તોત્ર સ્વભાવિક રીતે વહ્યું.
હતો એમનો સરળ સ્વભાવ, વિશ્વામિત્રનો ગાઢ પ્રભાવ,
છળ સ્પર્શી શકતું ના કેમે, હતો અવિશ્વાસનો અભાવ.
પુષ્પો પામી કરીને પૂજા, હતા દેવ કોઇ ના દૂજા,
શુભાશીર્વાદ અર્પ્યા સ્નેહે જાણે કરુણા કરી હો મેહે.
મનોરથ સફળ સૌ થાવ, ગીત જીવનનું સુખે ગાવ;
રામ-લક્ષ્મણ આનંદ પામ્યા પામી શ્રેષ્ઠ એવો શિરપાવ.
કરી ભોજન મુનિવર જ્ઞાની લાગ્યા કહેવા કથાને પુરાણી;
થતાં શાંત ત્યાં સંધ્યાકાળ છૂટા પડયા બે રાજકુમાર.
પૂર્વે પ્રગટયો ચારુ ચંદ્ર એવો પ્રગટયો સીતામુખચંદ્ર,
રામ પેખી એને સુખ પામ્યા, શેષ સંકલ્પ સત્વર શામ્યા.
કર્યો મનમાં એમ વિચાર ચંદ્ર ચારુતાનો અવતાર
તોય સીતાના મુખના જેવો એને કેમ કરીને કહેવો !
(દોહરો)
જન્મ સિંધુમાં બંધુ વિષ મંદ દિને સકલંક
સીતામુખ સમતા કરે ચંદ્ર કેમ આ રંક ?