if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम की मनोहरता का वर्णन
 
(चौपाई)
कटि तूनीर पीत पट बाँधे । कर सर धनुष बाम बर काँधे ॥
पीत जग्य उपबीत सुहाए । नख सिख मंजु महाछबि छाए ॥१॥

देखि लोग सब भए सुखारे । एकटक लोचन चलत न तारे ॥
हरषे जनकु देखि दोउ भाई । मुनि पद कमल गहे तब जाई ॥२॥

करि बिनती निज कथा सुनाई । रंग अवनि सब मुनिहि देखाई ॥
जहँ जहँ जाहि कुअँर बर दोऊ । तहँ तहँ चकित चितव सबु कोऊ ॥३॥

निज निज रुख रामहि सबु देखा । कोउ न जान कछु मरमु बिसेषा ॥
भलि रचना मुनि नृप सन कहेऊ । राजाँ मुदित महासुख लहेऊ ॥४॥

(दोहा)
सब मंचन्ह ते मंचु एक सुंदर बिसद बिसाल ।
मुनि समेत दोउ बंधु तहँ बैठारे महिपाल ॥ २४४ ॥

*
MP3 Audio

*
 
રામની સુંદરતાનું વર્ણન
 
પીતાંબર કટિ પર ભાથું કરમાં બાણધનુષ પાછું;
નખથી શિખા સુધી સૌ અંગ સુંદર ધારે ઓર જ રંગ.
 
જનતા જોઇ સુખી થઇ, એકાગ્ર બની આંખ ગઇ;
થયો જનકને હર્ષ અપાર, મુનિપદ ગ્રહ્યા પુનિત તત્કાળ.
 
સવિનય કથા સમસ્ત કહી રાજાએ પરિતોષ લહી.
રંગભૂમિ પ્રતિ કર્યું પ્રયાણ રામ-લક્ષ્મણે ખેંચ્યું ધ્યાન.
 
મુનિને સ્થાન બતાવ્યું સમસ્ત, બન્યા લોક જોવામાં વ્યસ્ત.
જ્યાં પણ જતા બે રાજકુમાર વિસ્મય સૌને થતો અપાર.
 
અભિમુખ સૌએ જોયા રામ મર્મ ન સમજ્યા કિન્તુ તમામ.
રંગભૂમિની રચના રમ્ય, આનંદ કર્યો પ્રગટ અદમ્ય
વિશ્વામિત્રે વદતાં એમ, માન્યું જનકે સુણતાં ક્ષેમ.
 
(દોહરો)           
સર્વ મંચથી સુંદર ઉજ્જવળ મંચ વિશાળ
બેસાડયા ત્યાં બંધુને મહિપાલે મુનિ સાથ.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.