Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सीता का अनुपम सौंदर्य
 
(चौपाई)
सिय सोभा नहिं जाइ बखानी । जगदंबिका रूप गुन खानी ॥
उपमा सकल मोहि लघु लागीं । प्राकृत नारि अंग अनुरागीं ॥१॥

सिय बरनिअ तेइ उपमा देई । कुकबि कहाइ अजसु को लेई ॥
जौ पटतरिअ तीय सम सीया । जग असि जुबति कहाँ कमनीया ॥२॥

गिरा मुखर तन अरध भवानी । रति अति दुखित अतनु पति जानी ॥
बिष बारुनी बंधु प्रिय जेही । कहिअ रमासम किमि बैदेही ॥३॥

जौ छबि सुधा पयोनिधि होई । परम रूपमय कच्छप सोई ॥
सोभा रजु मंदरु सिंगारू । मथै पानि पंकज निज मारू ॥४॥

(दोहा)
एहि बिधि उपजै लच्छि जब सुंदरता सुख मूल ।
तदपि सकोच समेत कबि कहहिं सीय समतूल ॥ २४७ ॥

*
MP3 Audio

*
 
સીતાનું અનુપમ સૌંદર્ય
 
સીતાશોભા ન જાય વખાણી, લાગે સીમિત વૈખરી વાણી,
દિવ્ય રૂપને ગુણની ખાણ જગદંબિકા એ જગપ્રાણ.
 
ઉપમા સર્વ મને લઘુ લાગે પ્રાકૃત સ્ત્રીને અપાતી રાગે,
અંગને જ મહત્વનું માને જે ના આતમને પણ જાણે.
 
એવી સીતાને આપી ઉપમા પડે કુકવિ કો અપયશમાં;
કયી યુવતી સુંદર એવી જેને ઉપમા સીતાની દેવી ?
 
સરસ્વતીદેવી છે વાચાળ, પાર્વતી છે સુંદરતા સાર
કિન્તુ એમનું અર્ધ શરીર અર્ધ શરીરમાં વસે શિવ.
 
રતિ પતિને તનુ વિણ જાણી કહે દુઃખી મહાહાનિ માની;
વિપ્ર વારુણી બાંધવ જેના સુખી દીસે રમા મને તે ના;
એને વૈદેહી જેવી ના જાણું કેવી રીતે અધિક તો માનું ?
 
સૌન્દર્યની સુધાનો હો સિંધુ, કૂર્મ પરમ સુંદર હો વિષ્ણુ
મંદરાચલ હોય શૃંગાર રજ્જુ સૌન્દર્યનું કદીકાળ,
 
કરે કંદર્પ મંથન પોતે, બધી શક્તિઓ દૈવી જોતે,
એથી પ્રગટે લક્ષ્મીદેવી સુખસૌન્દર્યના મૂળ જેવી.
 
(દોહરો)           
તોપણ કવિ સીતાસમી એને ના કહેશે,
સીતા વિશેષ સુંદરી એનાથી રહેશે.