if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

स्वयंवर की शर्त और नियमो की घोषणा
 
(चौपाई)
राम रूपु अरु सिय छबि देखें । नर नारिन्ह परिहरीं निमेषें ॥
सोचहिं सकल कहत सकुचाहीं । बिधि सन बिनय करहिं मन माहीं ॥१॥

हरु बिधि बेगि जनक जड़ताई । मति हमारि असि देहि सुहाई ॥
बिनु बिचार पनु तजि नरनाहु । सीय राम कर करै बिबाहू ॥२॥

जग भल कहहि भाव सब काहू । हठ कीन्हे अंतहुँ उर दाहू ॥
एहिं लालसाँ मगन सब लोगू । बरु साँवरो जानकी जोगू ॥३॥

तब बंदीजन जनक बौलाए । बिरिदावली कहत चलि आए ॥
कह नृप जाइ कहहु पन मोरा । चले भाट हियँ हरषु न थोरा ॥४॥

(दोहा)
बोले बंदी बचन बर सुनहु सकल महिपाल ।
पन बिदेह कर कहहिं हम भुजा उठाइ बिसाल ॥ २४९ ॥

*
MP3 Audio

*
 
સ્વયંવરની શરતો અને નિયમો સંભળાવવામાં આવે છે
 
(દોહરો)             
રઘુનંદનનું રૂપ ને સીતાનું લાવણ્ય
સ્તબ્ધ બની પેખી રહ્યાં નરનારી સૌ ધન્ય.
 
વિચારે છતાં ભાવને કથતાં સંકોચાય,
વિનય વિધાતાને કરે માની એ જ ઉપાય.
 
વિધિ, તમે જ જલદી હરો જડતા જનકતણી
અર્પો સન્મતિ એમને અનુગ્રહથકી ઘણી
 
વિચાર્યા વિના જે થકી તજે પ્રતિજ્ઞા રાજ,
વિવાહ સીતા-રામનો કરે ઉમંગે આજ.
 
વખાણશે સર્વે વળી સૌને એ ગમશે,
હઠાગ્રહ કર્યાથી હૃદય વ્યર્થ સદા બળશે.
 
પ્રતીતિ સૌને છે થઇ સુયોગ્ય વર છે આ,
રામ શ્યામસુંદર વિના કોઇ ઉત્તમ ના.
 
બોલાવ્યા બંદીજનો જનકે પછી સપ્રેમ,
પ્રતિજ્ઞા કરી યાદ ને યાદ કરાવ્યો નેમ.
 
બંદીજન બોલ્યા વચન સુણો સકળ મહિપાલ,
પ્રતિજ્ઞા કહીએ અમે ભુજા પ્રસારી વિશાળ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.