Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

महारथीयों की निष्फलता पर जनक बैचेन
 
(चौपाई)
भूप सहस दस एकहि बारा । लगे उठावन टरइ न टारा ॥
डगइ न संभु सरासन कैसें । कामी बचन सती मनु जैसें ॥१॥

सब नृप भए जोगु उपहासी । जैसें बिनु बिराग संन्यासी ॥
कीरति बिजय बीरता भारी । चले चाप कर बरबस हारी ॥२॥

श्रीहत भए हारि हियँ राजा । बैठे निज निज जाइ समाजा ॥
नृपन्ह बिलोकि जनकु अकुलाने । बोले बचन रोष जनु साने ॥३॥

दीप दीप के भूपति नाना । आए सुनि हम जो पनु ठाना ॥
देव दनुज धरि मनुज सरीरा । बिपुल बीर आए रनधीरा ॥४॥

(दोहा)
कुअँरि मनोहर बिजय बड़ि कीरति अति कमनीय ।
पावनिहार बिरंचि जनु रचेउ न धनु दमनीय ॥ २५१ ॥

*
MP3 Audio

*
 
ધનુષ ઉચકવામાં કોઇ સમર્થ ન નીવડતાં જનક અકળાય છે
 
દસ સહસ્ત્ર લાગ્યા ભૂપ એકસાથ ઊચકવા ધનુષ,
તોય હાલી શક્યું ના એમ કામી વચને સતી મન જેમ.
 
સર્વે નૃપનો થયો ઉપહાસ જેમ વૈરાગ્ય વગર સંન્યાસ,
કીર્તિ વીરતા ને જય ભારી ગયા ધનુષના હાથે હારી
 
થયા નિસ્તેજ હારેલા રાજ બેઠા પોતપોતાને સમાજ;
દેખી સૌને જનક અકળાયા, મુખે નૈરાશ્યના શબ્દ આવ્યા.
 
દ્વીપ દ્વીપના ભૂપતિ આવ્યા સુણી મારી પવિત્ર પ્રતિજ્ઞા,
આવ્યા દેવ ને દાનવ ધરી તન માનવનાં વીર વળી.
 
(દોહરો)             
તોય ધનુષને તોડતાં વિજયશ્રી વરતાં
રાજકુમારી કીર્તિને મનપસંદ વરતાં
 
સાર્થક જીવન શૌર્યથી કરવાને કોઇ
વિરંચિએ જાણે ઘડ્યો વીર નથી જોઇ.