Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

जनक महाराज के वचनों से लक्ष्मण उग्र
 
(चौपाई)
कहहु काहि यहु लाभु न भावा । काहुँ न संकर चाप चढ़ावा ॥
रहउ चढ़ाउब तोरब भाई । तिलु भरि भूमि न सके छड़ाई ॥१॥

अब जनि कोउ माखै भट मानी । बीर बिहीन मही मैं जानी ॥
तजहु आस निज निज गृह जाहू । लिखा न बिधि बैदेहि बिबाहू ॥२॥

सुकृत जाइ जौं पनु परिहरऊँ । कुअँरि कुआरि रहउ का करऊँ ॥
जो जनतेउँ बिनु भट भुबि भाई । तौ पनु करि होतेउँ न हँसाई ॥३॥

जनक बचन सुनि सब नर नारी । देखि जानकिहि भए दुखारी ॥
माखे लखनु कुटिल भइँ भौंहें । रदपट फरकत नयन रिसौंहें ॥४॥

(दोहा)
कहि न सकत रघुबीर डर लगे बचन जनु बान ।
नाइ राम पद कमल सिरु बोले गिरा प्रमान ॥ २५२ ॥

*
MP3 Audio

*
 
જનક મહારાજના વચનો સાંભળી લક્ષ્મણ ઉગ્ર બને છે
 
(દોહરો)             
લાભ ગમે કોને નહીં આવો મેળવવો,
તોય કરે સંધાન ના એવો વીર મળ્યો.
 
તોડવાતણી વાત તો ધનુને દૂર રહી,
હઠાવી શક્યું ભૂમિથી કો તિલમાત્ર નહીં.
 
અભિમાની કોઇ બની હવે ન કરશો ક્રોધ,
વીરહીન પૃથ્વી થઇ થયો છે મને બોધ.
 
આશાને છોડી હવે ગૃહપતિ થાવ વિદાય,
લખ્યો વિધાતાએ નથી સીતાતણો વિવાહ.
 
પ્રતિજ્ઞા તજું તો પછી થાય સુકૃતનો નાશ,
વૈદેહી અવિવાહિતા રહે એ જ છે આશ.
 
પ્રતિજ્ઞા કરી પ્રથમથી હાંસીપાત્ર ના થાત
વીરહીન ધરતી બની જો હું જાણી જાત.
 
શબ્દ જનકના સાંભળી દુઃખી બન્યાં નરનાર;
લક્ષ્મણના મનમાં રહ્યો રોષતણો ના પાર.
 
ભ્રૂકુટિ બની વાંકી થયાં લોચન ક્રોધે લાલ,
હોઠ રહ્યા ફરકી ઉભય નીરખીને મહિપાલ.
 
રઘુનંદનની ભીતિથી શાંત પડેલી વાણ,
વાગ્યાં વચન પરંતુ એ સુતીક્ષ્ણ જાણે બાણ.
 
રઘુનંદનના ચરણમાં મસ્તકને નામી
બોલ્યા લક્ષ્મણ વીરતાભર નિર્ભય વાણી.