Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

जनक महाराज के वचन रघुवंशीयों का अपमान - लक्ष्मण
 
(चौपाई)
रघुबंसिन्ह महुँ जहँ कोउ होई । तेहिं समाज अस कहइ न कोई ॥
कही जनक जसि अनुचित बानी । बिद्यमान रघुकुल मनि जानी ॥१॥

सुनहु भानुकुल पंकज भानू । कहउँ सुभाउ न कछु अभिमानू ॥
जौ तुम्हारि अनुसासन पावौं । कंदुक इव ब्रह्मांड उठावौं ॥२॥

काचे घट जिमि डारौं फोरी । सकउँ मेरु मूलक जिमि तोरी ॥
तव प्रताप महिमा भगवाना । को बापुरो पिनाक पुराना ॥३॥

नाथ जानि अस आयसु होऊ । कौतुकु करौं बिलोकिअ सोऊ ॥
कमल नाल जिमि चाफ चढ़ावौं । जोजन सत प्रमान लै धावौं ॥४॥

(दोहा)
तोरौं छत्रक दंड जिमि तव प्रताप बल नाथ ।
जौं न करौं प्रभु पद सपथ कर न धरौं धनु भाथ ॥ २५३ ॥

*
MP3 Audio

*
 
જનકના વચનો લક્ષ્મણને રઘુવંશીઓનું અપમાન લાગે છે
 
રઘુવંશી સભામાં જે હોય એમાં આવું કહે ના કોય;
રઘુકુળમણિ રામને જાણી વદ્યા જનક અનુચિત વાણી.
 
સુણો રઘુકુળપંકજભાણ, કહું સહજ છોડી અભિમાન,
અનુશાસન હોય તમારું જગ કંદુક જેમ ઉઠાવું.
 
ફોડી નાખું કાચા ઘટ જેમ, મેરુગિરિને તોડું તુરી જેમ,
પ્રભુ તમારા પ્રતાપની પાસ જીર્ણ પિનાકનો શો હિસાબ.
 
આપો આદેશ કરું કૌતુક એમાં થાય કશી ના ચૂક,
પદ્મનાળની પેઠે ચઢાવી દોડું ચાપને આજ ઉઠાવી.
 
(દોહરો)             
તમારી કૃપાથી જઉં સો યોજનપર્યંત
બિલાડીટોપ સમાન ને ધનુ તોડું ભગવંત.
 
એમ કરું ના તો કહું શપથ લઇને હું
ધનુષબાણને હાથમાં સ્વપ્ને પણ ન ગ્રહું.