Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

विश्वामित्र राम को धनुष उठाने की आज्ञा करते है
 
(चौपाई)
लखन सकोप बचन जे बोले । डगमगानि महि दिग्गज डोले ॥
सकल लोक सब भूप डेराने । सिय हियँ हरषु जनकु सकुचाने ॥१॥

गुर रघुपति सब मुनि मन माहीं । मुदित भए पुनि पुनि पुलकाहीं ॥
सयनहिं रघुपति लखनु नेवारे । प्रेम समेत निकट बैठारे ॥२॥

बिस्वामित्र समय सुभ जानी । बोले अति सनेहमय बानी ॥
उठहु राम भंजहु भवचापा । मेटहु तात जनक परितापा ॥३॥

सुनि गुरु बचन चरन सिरु नावा । हरषु बिषादु न कछु उर आवा ॥
ठाढ़े भए उठि सहज सुभाएँ । ठवनि जुबा मृगराजु लजाएँ ॥४॥

(दोहा)
उदित उदयगिरि मंच पर रघुबर बालपतंग ।
बिकसे संत सरोज सब हरषे लोचन भृंग ॥ २५४ ॥

*
MP3 Audio

*
 
વિશ્વામિત્ર રામને ધનુષ ઉઠાવવા કહે છે
 
બોલ્યા લક્ષ્મણ સકોપ વાણ, કંપ્યો પૃથ્વીતણો એથી પ્રાણ,
ડોલ્યા દિગ્ગજ, સઘળા લોક બન્યા ભયભીત ધારતાં શોક.
 
સીતા હર્ષ પામી નવ આશે, મિથિલાપતિ ન્હાયા હુલાસે,
થયો એમને સહજ સંકોચ,  શક્યા સમજી લક્ષ્મણનો રોષ..
 
વિશ્વામિત્ર ઋષિમુનિ રામ થયા પ્રસન્ન આત્મારામ;
રામે લક્ષ્મણને સંકેતે શાંત પાડી બેસાડ્યા પ્રેમે.
 
વિશ્વામિત્રે સમય શુભ જાણી કહી સ્નેહછલેલી વાણી,
રામ ઊઠો ને તોડો ચાપ હરો જનકનો સંતાપ.
 
ગુરુવચન સુણીને રામ ઊઠી સાદર કરતાં પ્રણામ
હર્ષશોક ઉભયથી મુક્ત ચાલ્યા સિંહસમાન સતૃપ્ત.
 
(દોહરો)             
મંચરૂપી ઉદયાચલે પ્રગટયા સૂરજ રામ
વિકસ્યાં સંતસરોજ, અલિ બન્યાં નેત્ર કૃતકામ.