सीता श्रीराम को विजयमाला अर्पित करती है
(चौपाई)
सखिन्ह मध्य सिय सोहति कैसे । छबिगन मध्य महाछबि जैसें ॥
कर सरोज जयमाल सुहाई । बिस्व बिजय सोभा जेहिं छाई ॥१॥
तन सकोचु मन परम उछाहू । गूढ़ प्रेमु लखि परइ न काहू ॥
जाइ समीप राम छबि देखी । रहि जनु कुँअरि चित्र अवरेखी ॥२॥
चतुर सखीं लखि कहा बुझाई । पहिरावहु जयमाल सुहाई ॥
सुनत जुगल कर माल उठाई । प्रेम बिबस पहिराइ न जाई ॥३॥
सोहत जनु जुग जलज सनाला । ससिहि सभीत देत जयमाला ॥
गावहिं छबि अवलोकि सहेली । सियँ जयमाल राम उर मेली ॥४॥
(सोरठा)
रघुबर उर जयमाल देखि देव बरिसहिं सुमन ।
सकुचे सकल भुआल जनु बिलोकि रबि कुमुदगन ॥ २६४ ॥
*
MP3 Audio
*
સીતા રામને વિજયમાળ પહેરાવે છે
સખી સાથ સીતા સોહે કેવી શોભા મધ્ય મહાશોભા જેવી,
કરસરોજમાં જયમાળા એમાં વિશ્વવિજયની ધારા.
તન સંકોચ મનમાં આહલાદ ગુપ્ત પ્રાણમાં પ્રેમપ્રસાદ,
કોઇ જાણી શક્યું ના એને; ભર્યાં પગલાં સીતાએ કેમે.
જઇ સમીપ રામને જોયા, રોમેરોમ એવાં તો મોહ્યાં
હાલી કે ના શકાયું લેશ ચિત્રાંકિત જેવી કોઇ રેખ.
કહ્યું સમજુ સખીએ જ્યારે જયમાલા આરોપવા ત્યારે
બંને હાથથી કર્યો પ્રયાસ, મળી સફળતા ના ખાસ.
નાળ સાથ બે કમળ જેમ ચંદ્રને માળ દેતાં હો તેમ
બંને હાથ સીતાના સોહ્યા, સખીએ ગીતના સ્વર છોડ્યા.
(દોહરો)
ત્યારે રઘુવરકંઠમાં આરોપી જયમાળ,
પુષ્પવૃષ્ટિ દેવે કરી કરતાં જયજયકાર.
શરમાયા સૌ રાજવી સૂર્ય નિહાળી જેમ,
લજ્જા પામી કુમુદગણ સંકોચાયે તેમ.

