असफल प्रतियोगीयों की प्रतिक्रिया
(चौपाई)
तब सिय देखि भूप अभिलाषे । कूर कपूत मूढ़ मन माखे ॥
उठि उठि पहिरि सनाह अभागे । जहँ तहँ गाल बजावन लागे ॥१॥
लेहु छड़ाइ सीय कह कोऊ । धरि बाँधहु नृप बालक दोऊ ॥
तोरें धनुषु चाड़ नहिं सरई । जीवत हमहि कुअँरि को बरई ॥२॥
जौं बिदेहु कछु करै सहाई । जीतहु समर सहित दोउ भाई ॥
साधु भूप बोले सुनि बानी । राजसमाजहि लाज लजानी ॥३॥
बलु प्रतापु बीरता बड़ाई । नाक पिनाकहि संग सिधाई ॥
सोइ सूरता कि अब कहुँ पाई । असि बुधि तौ बिधि मुहँ मसि लाई ॥४॥
(दोहा)
देखहु रामहि नयन भरि तजि इरिषा मदु कोहु ।
लखन रोषु पावकु प्रबल जानि सलभ जनि होहु ॥ २६६ ॥
*
MP3 Audio
*
અસફળ ઉમેદવારોની પ્રતિક્રિયા
(દોહરો)
ક્રુર મલિન-મન રાજવી સીતાને જોઇ,
અભિલાષા કરતાં થયા ક્રોધભર્યા કોઇ.
બખ્તર પહેરી મંદગતિ એ સઘળાય અભાગ
કરવા માડ્યા મત્તશા જેમતેમ બકવાદ.
કોઇ બોલ્યા તરત કે સીતાને પકડી
રાખો રાજકુમારને બંધનમાં ઝકડી.
ધનુષ તોડવાથી કશો હેતુ નહી સરશે,
રાજકુમારીને સુખે કોણ વરી શકશે ?
જનક સહાયક જો બને તેને પણ જીતો.
સજ્જન એ સુણતાં વદ્યા, દંડ પૂર્ણ દીધો
તમે છતાં શરમાવ ના, લજ્જા પામી લાજ;
તમારા થકી યશ નહીં પામે રાજસમાજ.
બળ પ્રતાપ ને વીરતા પ્રતિષ્ઠા ધનુષસાથ
ગયાં રસાતળમાં બધાં, લાગ્યું કશું ના હાથ.
ઇર્ષા મદને ક્રોધને ત્યાગી આંખ ભરી
દર્શનને શ્રીરામનાં લો સપ્રેમ કરી.
રોષ પ્રબળ પાવકસમો લક્ષ્મણનો જાણો,
શલભ બનો ના એ મહીં, લેશ હવે માનો.

