धनुष्यभंग स्थान पर परशुराम का आगमन
(चौपाई)
खरभरु देखि बिकल पुर नारीं । सब मिलि देहिं महीपन्ह गारीं ॥
तेहिं अवसर सुनि सिव धनु भंगा । आयसु भृगुकुल कमल पतंगा ॥१॥
देखि महीप सकल सकुचाने । बाज झपट जनु लवा लुकाने ॥
गौरि सरीर भूति भल भ्राजा । भाल बिसाल त्रिपुंड बिराजा ॥२॥
सीस जटा ससिबदनु सुहावा । रिसबस कछुक अरुन होइ आवा ॥
भृकुटी कुटिल नयन रिस राते । सहजहुँ चितवत मनहुँ रिसाते ॥३॥
बृषभ कंध उर बाहु बिसाला । चारु जनेउ माल मृगछाला ॥
कटि मुनि बसन तून दुइ बाँधें । धनु सर कर कुठारु कल काँधें ॥४॥
(दोहा)
सांत बेषु करनी कठिन बरनि न जाइ सरुप ।
धरि मुनितनु जनु बीर रसु आयउ जहँ सब भूप ॥ २६८ ॥
*
MP3 Audio
*
પરશુરામ ધનુષ્યભંગના સ્થાનમાં આવી પહોંચે છે
વ્યાકુળ બની સકળ પુરનાર દેવા લાગી નૃપને ગાળ;
એ સમયે સુણી શિવધનુભંગ આવ્યા ભૃગુકુલકમલ પતંગ.
કરે આક્રમણ બાજ કદી તેતર લપાય ભીત બની
એમ રાજવી એ સઘળા જોતાંવેંત અશાંત બન્યા.
પરશુરામનું ગૌર શરીર, નેત્ર એમનાં પ્રદીપ્ત ધીર;
ભસ્મ લેપને દીપે કાય, ત્રીપુંડ સોહે ભાલ વિશાળ.
શીશ જટા શશિવદન રસાળ રોષથકી સહજ બન્યું લાલ;
તપસ્યાથકી દિવ્ય ગહન પરમ વિમળ દેખાય નયન.
વૃષભ કંધ ઉર બાહુ વિશાળ યજ્ઞોપવીત માળ મૃગછાલ,
મુનિનાં વસ્ત્ર ધનુષ ને બાણ ફરશી ખભે ખેંચતી ધ્યાન.
(દોહરો)
શાંત વેશ કરણી કઠિન અવર્ણનીય સ્વરૂપ,
મુનિતન ધારી વીરરસ રહ્યા નિહાળી ભૂપ.

