Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम-लक्ष्मण परशुराम को प्रणाम करते है
 
(चौपाई)
देखत भृगुपति बेषु कराला । उठे सकल भय बिकल भुआला ॥
पितु समेत कहि कहि निज नामा । लगे करन सब दंड प्रनामा ॥१॥

जेहि सुभायँ चितवहिं हितु जानी । सो जानइ जनु आइ खुटानी ॥
जनक बहोरि आइ सिरु नावा । सीय बोलाइ प्रनामु करावा ॥२॥

आसिष दीन्हि सखीं हरषानीं । निज समाज लै गई सयानीं ॥
बिस्वामित्रु मिले पुनि आई । पद सरोज मेले दोउ भाई ॥३॥

रामु लखनु दसरथ के ढोटा । दीन्हि असीस देखि भल जोटा ॥
रामहि चितइ रहे थकि लोचन । रूप अपार मार मद मोचन ॥४॥

(दोहा)
बहुरि बिलोकि बिदेह सन कहहु काह अति भीर ॥
पूछत जानि अजान जिमि ब्यापेउ कोपु सरीर ॥ २६९ ॥

*
MP3 Audio

*
 
રામ-લક્ષ્મણ પરશુરામને પ્રણામ કરે છે
 
ભૃગુનંદનનો વેશ કરાળ વિકળ બન્યા જોતાં જ ભૂપાલ,
પિતા સહિત પોતાનાં નામ કથવા લાગ્યા કરી પ્રણામ.
 
સિંહને નિહાળી તત્કાળ મૃતપ્રાય બને જેમ મરાળ
બની ગયા એવા ભયભીત સમીપસ્થ દેખતાં કાળ.
 
જોતા પ્રેમથકી તોપણ પૂર્ણ થતું જોતાં જીવન.
જનકે પહોંચી કર્યા પ્રણામ સીતા સાથ ગણી કૃતકામ.
 
આશીર્વાદ તરત આપ્યા વૈદેહીને વણમાગ્યા.
પાછી સખી સમેત ફરી; ત્યાં તો સાદર ભાવ ભરી
 
મળ્યા મહામુનિ વિશ્વામિત્ર પદસરોજમાં કરતાં પ્રીત
નમન કરાવ્યાં વારંવાર ઉભય બંધુ પાસે તત્કાળ.
 
રૂપ અપાર મારમદમોચન જોતાં નયન ન તૃપ્ત થયાં
રઘુનંદનનું સ્વરૂપ પામી સ્થિર સુખમય કૃતકત્ય બન્યાં.
 
(દોહરો)              
જ્ઞાત છતાં અજ્ઞાતની પેઠે પ્રશ્ન કર્યો,
ભીડ આટલી કેમ છે તે તો જનક, કહો.
 
વ્યાપ્યો ક્રોધ શરીરમાં તોપણ સ્વસ્થ બની,
પૂછ્યો પ્રશ્ન હૃદયતણી વ્યથા સમસ્ત વણી.