Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

परशुराम को धनुष्यभंग करनेवाले को दंड देना चाहते है

(चौपाई)
नाथ संभुधनु भंजनिहारा । होइहि केउ एक दास तुम्हारा ॥
आयसु काह कहिअ किन मोही । सुनि रिसाइ बोले मुनि कोही ॥ १ ॥

सेवकु सो जो करै सेवकाई । अरि करनी करि करिअ लराई ॥
सुनहु राम जेहिं सिवधनु तोरा । सहसबाहु सम सो रिपु मोरा ॥ २ ॥

सो बिलगाउ बिहाइ समाजा । न त मारे जैहहिं सब राजा ॥
सुनि मुनि बचन लखन मुसुकाने । बोले परसुधरहि अपमाने ॥ ३ ॥

बहु धनुहीं तोरीं लरिकाईं । कबहुँ न असि रिस कीन्हि गोसाईं ॥
एहि धनु पर ममता केहि हेतू । सुनि रिसाइ कह भृगुकुलकेतू ॥ ४ ॥

(दोहा)
रे नृप बालक कालबस बोलत तोहि न सँमार ॥
धनुही सम तिपुरारि धनु बिदित सकल संसार ॥ २७१ ॥

*
MP3 Audio

*
 
પરશુરામ ધનુષ્યભંગ કરનારને દંડ આપવા માગે છે
 
નાથ શંભુધનુ ભંજનહાર હશે તમારો દાસ જ બાળ,
આપો મને તરત આદેશ; ધાર્યો તમે તપસ્વીવેશ.
 
પરશુરામ બોલ્યા કે દાસ કરે દાસનું કાર્ય જ ખાસ,
દુશ્મનનું જે કરતા કામ તે તો લે યુદ્ધતણું નામ.
 
તોડ્યું જેણે શિવનું ધનુષ ભલે ગમે તે હોય પુરુષ
શત્રુ સહસ્ત્રાર્જુન જેવો; દોષિતને દંડ જ દેવો.
 
સમાજથી અલગ બને એ ભૂપ અન્ય જીવિત રહે કે.
લક્ષ્મણ હસી સુણી વચનો બોલ્યો તરત જ મર્મવચન.
 
શૈશવમાં ભગવંત અમે તોડ્યા ચાપ અસંખ્ય સુખે
ત્યારે ક્રોધ કર્યો ન તમે, ઉદ્વિગ્ન બન્યા કેમ હવે ?
 
આ ધનુ પર મમતા શાને, વચનો એ પડતાં કાને,
બોલ્યા સકોપ ભૃગુનંદન કરાવતા અરિદળ ક્રંદન
 
(દોહરો)              
હે નૃપબાળક કાળવશ જેમ તેમ બોલે,
શિવધનુ ના સંસારનાં અન્ય ધનુષ તોલે.