Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

लक्ष्मण और परशुराम का संवाद
 
(चौपाई)
बिहसि लखनु बोले मृदु बानी । अहो मुनीसु महा भटमानी ॥
पुनि पुनि मोहि देखाव कुठारू । चहत उड़ावन फूँकि पहारू ॥१॥

इहाँ कुम्हड़बतिया कोउ नाहीं । जे तरजनी देखि मरि जाहीं ॥
देखि कुठारु सरासन बाना । मैं कछु कहा सहित अभिमाना ॥२॥

भृगुसुत समुझि जनेउ बिलोकी । जो कछु कहहु सहउँ रिस रोकी ॥
सुर महिसुर हरिजन अरु गाई । हमरें कुल इन्ह पर न सुराई ॥३॥

बधें पापु अपकीरति हारें । मारतहूँ पा परिअ तुम्हारें ॥
कोटि कुलिस सम बचनु तुम्हारा । ब्यर्थ धरहु धनु बान कुठारा ॥४॥

(दोहा)
जो बिलोकि अनुचित कहेउँ छमहु महामुनि धीर ।
सुनि सरोष भृगुबंसमनि बोले गिरा गभीर ॥ २७३ ॥

*
MP3 Audio

*
 
લક્ષ્મણનો પરશુરામ સાથે સંવાદ
 
(દોહરો)              
લક્ષ્મણ સ્મિત સાથે વદ્યો મૃદુ સત્વર વાણી,
મુનીશ પોતાને ગણે યોદ્ધા અભિમાની.
 
વારંવાર બતાવતા પરશુ વળી મુજને
ફૂંકમાત્રથી ગિરિશિખર કરવા દૂર ચહે.
 
કાચું ફળ કોળાતણું નથી અહીં કોઇ
મરી જાય કે તર્જની અંગુલિને જોઇ.
 
નિહાળતાં મેં હાથમાં પરશુ તેમ ધનુબાણ
કહ્યા શબ્દ સામાન્યશા સહજ ધરી અભિમાન.
 
ભૃગુસુત મુનિ માની કથન સહુ શાંતિથી હું,
દેવ ભક્ત ભૂદેવ પ્રતિ શૌર્ય બતાવું શું !
 
શૌર્ય બતાવે એમને કુળ મારું ન કદી,
પાપ એમને મારતાં રહેતું નિત્ય નડી.
 
એમના થકી હારતાં ભારે અપયશ થાય
માટે મારો તોય હું પડું તમારે પાય.
 
વચન તમારું એક છે કોટિ વજ્ર સમાન,
ધારો વ્યર્થ જ પરશુને તમે ધનુષ ને બાણ.
 
અનુચિત હો કાંઇ કહ્યું ક્ષમા કરો મુનિ ધીર
ભૃગુવંશમણિ ક્રોધથી બોલ્યા ગિરા ગંભીર.